ઈસ્લામાબાદ: નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને તેના પતિનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને નવા વર્ષે રિઝોલ્યુશન લેવા માટે એક ગેમ રમતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મલાલા અને તેના પતિ અસર મલિક મેજ પર થોડા અંતરે રાખેલા એક ગ્લાસમાં પેનને ફેંકવાની કોશિશ કરતા એ નક્કી કરે છે કે તેમણે કયો રિઝોલ્યુશન લેવો જોઈએ અને કયો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મિનિટ 22 સેકન્ડનો છે. વીડિયોમાં મલાલા તેના હસબન્ડને પૂછે છે કે શું મારે આવનારા વર્ષે જિમમાં જવું જોઈએ? ત્યારબાદ તે પેન ગ્લાસમાં નાખવા માટે ફેંકે છે જો કે તેમનું નિશાન ચૂકી જાય છે. ત્યારબાદ તેમના પતિ અસર પૂછે છે કે શું આપણે પ્લે સ્ટેશન ખરીદવું જોઈએ અને પેનને ગ્લાસ તરફ ઉછાળીને ફેકે છે. પરંતુ આ નિશાન પણ ચૂકી જાય છે. 


દાઢી હટાવવા માટે કરી આ વાત
મલાલા ફરીથી પૂછે છે કે શું અસરે પોતાની દાઢી હટાવવી જોઈએ? જેનો જવાબ તે પોતે આપતા કહે છે કે ના, તમને આમ કરવાની મંજૂરી નથી. જો તમે આમ કર્યું તો તમારે ઘર છોડવું પડશે. ત્યારબાદ અસર પૂછે છે કે શું મલાલાએ 'નો શોપિંગ જાન્યુઆરી' સેલિબ્રેટ કરવું જોઈએ. ત્યારબાદ તેઓ પેન ફેંકે છે પરંતુ તે ગ્લાસ સાથે ટકરાઈને નીચે પડે છે. જેના પર મલાલા કહે છે કે આ ખુબ નજીક હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube