ફરવાના શોખીનો ખુશ થઈ જાઓ...હવે આ દેશે કરી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત, 30 દિવસ સુધી મફત ફરવાની તક!
કોવિડ-19 મહામારી સમાપ્ત થયા બાદ દેશ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ કડીમાં ભારતીયોને મનગમતા એવા આ દેશે એક મોટી જાહેરાત કરી છે. તે 1 ડિસેમ્બરથી ભારતના પ્રવાસીઓને 30 દિવસ માટે વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપશે.
કોવિડ-19 મહામારી સમાપ્ત થયા બાદ દેશ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ કડીમાં મલેશિયાએ એક મોટી જાહેરાત કરી છે. મલેશિયાએ રવિવારે કહ્યું કે તે 1 ડિસેમ્બરથી ભારતના પ્રવાસીઓને 30 દિવસ માટે વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપશે. પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે કહ્યું કે આ જ નિયમ ચીનના નાગરિકો માટે પણ લાગૂ છે.
શ્રીલંકા, થાઈલેન્ડ બાદ ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપનારા દેશમાં મલેશિયા પણ જોડાયો છે. હાલમાં સાઉદી અરબ, બહેરીન, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત , ઈરાન, તુર્કી અને જોર્ડનના મુસાફરોને દેશમાં વિઝા છૂટનો આનંદ મળે છે. જો કે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય અને ચીની નાગરિકો માટે વિઝા છૂટ સુરક્ષા મંજૂરીને આધીન હશે. તેમણે કહ્યું કે અપરાધિક રેકોર્ડ અને હિંસાના જોખમવાળા લોકોને વિઝા મળશે નહીં.
અનવરે કહ્યું કે ગૃહમંત્રી સૈફુદ્દીન નસુશન ઈસ્માઈલ જલદી વિઝા છૂટ પર વિવરણની જાહેરાત કરશે. અત્રે જણાવવાનું કે 24 નવેમ્બરના રોજ ચીને 1 ડિસેમ્બર 2023થી 3 નવેમ્બર 2024 સુધી મલેશિયાના લોકો માટે 15 દિવસના વિઝા ફ્રી નીતિની જાહેરાત કરી. ચીની સરકારનો આભાર માનતા અનવરે કહ્યું કે, આગામી વર્ષ મલેશિયા ચીન સાથે રાજનયિક સંબંધોના 50 વર્ષની ઉજવણી કરશે.
નોંધનીય છે કે આ જાહેરાત આસિયાન-ભારત મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ 2023 હેઠળ થઈ, જ્યાં મલેશિયાના ઉચ્ચાયુક્ત બીએન રેડ્ડીએ કહ્યું કે મલેશિયા સાથે ભારતનો સંબંધ 'ખુબ કિંમતી' હતો. તેમણે કહ્યું કે, આ એક એવો સંબંધ છે જે નિકટતા, પ્રવાસી સંપર્ક અને આ વધેલી રણનીતિક ભાગીદારીને સાકાર કરવાની બંને દેશોની સરકારોની ઈચ્છાને જોતા ક્ષેત્ર માટે ખુબ મહત્વપૂર્ણ છે.
બંને દેશોએ ગત વર્ષે જ 65 વર્ષના રાજનયિક સંબંધોનું સમાપન કર્યું અને હવે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સ્થાપિત વધેલી રણનીતિક ભાગીદારીને સાકાર કરવાની પ્રક્રિયામાં છે. વર્ષ 2022માં ભારત મલેશિયાનો 11મો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર હતો. જેનો કુલ વેપાર RM 86.22 બિલિયન (USD 19.63 બિલિયન) હતો, જે 2021માં નોંધાયેલા મૂ્લ્યની સરખામણીમાં 23.6 ટકાનો વધારો દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube