ભાગેડુ વિવાદાસ્પદ ઉપદેશક ઝાકિર નાઈકે કરી હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી, હવે મલેશિયામાં થશે પૂછપરછ
ભારતથી ભાગીને મલેશિયામાં રહેતા વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની મલેશિયાની સરકારી એજન્સી એક વિવાદિત ટિપ્પણી મામલે પૂછપરછ કરશે.
કુઆલાલંપુર: ભારતથી ભાગીને મલેશિયામાં રહેતા વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની મલેશિયાની સરકારી એજન્સી એક વિવાદિત ટિપ્પણી મામલે પૂછપરછ કરશે. આ સંલગ્ન તેમને એક સમન મોકલવામાં આવશે. ઝાકિરે હાલમાં જ મલેશિયામાં મુસ્લિમ બહુમતી હોવા છતાં હિન્દુઓ પાસે ઘણા બધા અધિકાર હોવાની વાત કરી હતી. હકીકતમાં ઝાકિરે કહ્યું હતું કે મલેશિયામાં હિન્દુઓને ભારતના અલ્પસંખ્યક મુસ્લિમોની સરખામણીમાં 100 ગણા વધુ અધિકારો મળ્યાં છે.
જુઓ LIVE TV