કુઆલાલંપુર: મલેશિયાની એક મહિલા મંત્રીએ પુરુષોને એવી સલાહ આપી દીધી છે કે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. તેમના પર ઘરેલુ  હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગી  રહ્યો છે. વાત જાણે એમ છે કે મંત્રીનું કહેવું છે કે જો પત્ની જીદ પર અડી રહે અને અભદ્ર વ્યવહાર કરે તો પછી પતિએ તેની પીટાઈ કરવી જોઈએ. જેથી કરીને તેને અનુશાસિત કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા મંત્રીએ પોસ્ટ કર્યો વીડિયો
ડેઈલી મેલના રિપોર્ટ મુજબ મહિલા પરિવાર અને સામુદાયિક વિકાસના ઉપમંત્રી સિતી જૈલા મોહમ્મદ યુસોફની ટીકા કરી રહી છે. નારાજ લોકોનું કહેવું છે કે મંત્રી સાહિબા પુરુષોને તેમની પત્નીઓની પીટાઈ કરવાનું કહીને ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે. સિતીએ ઈન્સ્ટાગ્રામ પર એક બે મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેને 'મધર ટિપ્સ' નું નામ આપવામાં આવ્યું છે. 


પતિઓને આપી સલાહ
આ વીડિયોમાં ઉપમંત્રીએ પતિઓને સલાહ આપી કે તેઓ પોતાની જીદ્દી પત્નીઓની સાથે વાત કરીને તેમને અનુશાસિત કરે. જો પત્નીઓ આમ છતાં પોતાનો વ્યવહાર ન બદલે તો પતિ ત્રણ દિવસ સુધી તેમની સાથે ન સૂએ. સિતી જૈલાએ વધુમાં કહ્યું કે જો પત્ની હજુ પણ તમારી સલાહ માનવાની ના પાડે કે અલગ સૂઈ જવા છતાં પોતાનો વ્યવહાર ન બદલે તો પતિ કડકાઈ દેખાડે. તેઓ તેમની પત્નીની પીટાઈ કરે. જો કે એ વધુ કઠોર ન હોય. જેથી કરીને તેમને ખબર પડે કે તેમના પતિ કેટલા કડક છે અને શું ફેરફાર ઈચ્છે છે?


Russia-Ukraine Conflict: રશિયા પાસે છે આ 5 મહાવિનાશક હથિયાર, જેનાથી અમેરિકા અને નાટો પણ ડરે છે!


આ રીતે જીતો પતિનું દિલ
સિતી જૈલા મોહમ્મદ યુસોફ પૈન મલેશિયા ઈસ્લામિક પાર્ટીના સાંસદ છે. તેમણે મહિલાઓને સલાહ આપતા કહ્યું કે જો તેઓ તેમના પતિઓના દિલ જીતવા માંગતા હોય તો તેમની મંજૂરી મળે પછી જ તેમને કઈ કહે. તેમણે મહિલાઓને કહ્યું કે તમારા પતિઓ સાથે ત્યારે જ વાત કરો જ્યારે તેઓ શાંત હોય, ખાવાનું ખાઈ ચૂક્યા હોય, પ્રાર્થના કરી ચૂક્યા હોય અને આરામ કરતા હોય. જ્યારે તમે બોલવા માંગતા હોવ તો પહેલા તેમની મંજૂરી લો. 


પહેલા પણ આપ્યા છે વિવાદિત નિવેદન
મંત્રી સાહિબાની સલાહની ચારેબાજુ ટીકા થઈ રહી છે. અનેક સંગઠન તેમના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. અધિકાર સમૂહોના એક ગઠબંધન, જોઈન્ટ એક્શન ગ્રુપ ફોર જેન્ડર ઈક્વિલિટીએ સિતી જૈલા પર ઘરેલુ હિંસાને સામાન્ય કરવાનો આરોપ લગાવ્યો અને માગણી કરી કે તેઓ ઉપ મહિલામંત્રીના પદેથી રાજીનામું આપી દે. આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ મંત્રી સાહિબા અનેકવાર વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. 2020માં તેમણે કહ્યું હતું કે મહિલાઓએ તેમની સાથે મારપીટ કરનારા પતિઓને ક્ષમા આપવી જોઈએ. 


ચીનમાં મહિલા રિપોર્ટરની પાછળ ઉભેલા 2 યુવક કઈક એવું કરી રહ્યા હતા...Video વાયરલ થતા જ હડકંપ મચ્યો 


પદ પરથી રાજીનામું આપે સિતી જૈલા
સંગઠનોના એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે ઉપમંત્રીએ ઘરેલુ હિંસાને સામાન્ય કરવાની વાતો બદલ પદ  છોડવું જોઈએ, જે મલેશિયામાં અપરાધ છે. સંગઠને કહ્યું કે 2020 અને 2021 વચ્ચે ઘરેલુ હિંસાના 9015 કેસ નોંધવામાં આવ્યા હતા. જો કે અસલ આંકડા વાસ્તવમાં વધુ હશે કારણ કે મોટાભાગની મહિલાઓ પોતાની સાથે થયેલા અપરાધો વિરુદ્ધ અવાજ ઉઠાવતી નથી. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube