ભારતની તાકાતને અવગણવું એ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને ભારે પડી શકે છે. પહેલેથી જ માલદીવનો વિપક્ષ  ભારત સાથે સંબંધોમાં ખટાશ લાવવા બદલ નવી સરકારને દોષિત ઠેરવી રહ્યો છે ત્યાં હવે રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને હટાવવાની પહેલ ત્યાંના સંસદીય અલ્પસંખ્યક નેતા અલી અઝીમે કરી છે. તેમણે માલદેવના નેતાઓને મોઈઝુને ખુરશી પરથી હટાવવામાં મદદ  કરવાની ભલામણ કરી છે. અલી અઝીમે કહ્યું કે અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈ પણ પાડોશી દેશને વિદેશ નીતિથી અલગ થલગ થવા દઈશું નહીં. તેમણે પોતાની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube