નવી દિલ્હીઃ સંસદમાં ક્યારેક માહોલ ગરમ થઈ જતો હોય છે. જોવા મળતો હોય છે. પરંતુ માલદીવની સંસદમાં જે થઈ રહ્યું છે તે પોતાનામાં જ આશ્ચર્યજનક છે. અહીં સંસદમાં માત્ર લાતો અને મુક્કા જ નહીં પરંતુ સાંસદોએ એકબીજાને ઉઠાવીને જમીન પર ફેંકી દીધા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સાંસદ બીજાને પગ પકડીને ખેંચી રહ્યા છે. આ બધું મુઇઝ્ઝૂ કેબિનેટ પર મતદાન માટે થયું છે. વાસ્તવમાં અહીં રવિવારે કેબિનેટ માટે મતદાન થવાનું હતું. પરંતુ વિરોધ પક્ષે કહ્યું કે તે ચાર મંત્રીઓની મંજૂરી અટકાવશે.  શાસક પક્ષ તેના વિરોધમાં ઉતરી આવ્યો અને મારામારી થવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થવાનું હતું મતદાન
આજે માલદીવમાં મુઇઝ્ઝૂના મંત્રીમંડળ પર સંસદમાં મતદાન થવાનું હતું. તે માટે રવિવારે બપોરનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે વિપક્ષે તેને રોકવાની વાત કહી તો સત્તા પક્ષના સાંસદોએ કાર્યવાહી રોકી દીધી. આ લોકો સ્પીકરની ચેમ્બરમાં પહોંચી ગયા. એટલું જ નહીં ગૃહમાં વોટિંગ કાર્ડ પણ છીનવી લેવામાં આવ્યા હતા. સરકારના સમર્થક સાંસદ બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. આ લોકોની માંગ હતી કે કેબિનેટ મંત્રીઓને મંજૂરી આપવામાં આવે. તો વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસક પક્ષ તેને વોટિંગ કરતા દેતો નથી. 



ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે મામલો
હકીકતમાં માલદીવમાં નવા રાષ્ટ્રપતિ પાછલા વર્ષે ચૂંટાયા હતા. તેમના મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે, તેથી વિપક્ષે તેમને સામેલ કરવાની ના પાડી. જે મંત્રીઓને લઈને વિપક્ષને વાંધો છે તેના નામ છે એટોર્ની જનરલ અહમદ ઉશમ, આવાસ અને શહેરી વિકાસ મંત્રી ડો. અલી હૈદર, ઇસ્લામી મામલાના મંત્રી ડો. મોહમ્મદ શહીમ અલી સઈદ અને આર્થિક વિકાસ તથા વેપાર મંત્રી મોહમ્મદ સઈદ. બીજીતરફ એક અન્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ વિદેશ મામલાના મંત્રી મૂસા જમીરને બહારનો રસ્તો દેખાડવા ઈચ્છે છે.