નવી દિલ્હી: પૈસા કમાવવા માણસ કેવા કેવા કામો કરતો હોય છે તેના નિતનવા કિસ્સા સામે આવે છે. કોઈની હત્યા કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. જો કે ચીનમાં એક વ્યક્તિએ પૈસા કમાવવા માટે જે કર્યું તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે થોડી દિવસો પહેલા ચીનમાં એક વ્યક્તિના ભોજનમાં મરેલો ઉંદર મળવાના અહેવાલ આવ્યાં. મળતી માહિતી મુજબ રેસ્ટોરામાં આ વ્યક્તિ જ્યારે ભોજન માટે  પહોંચ્યો તો તેની થાળીમાં મરેલો ઉંદર હતો. ત્યારબાદ તેણે રેસ્ટોરાના માલિકને તેની જાણકારી આપી. રેસ્ટોરાના માલિકે તરત જ તે વ્યક્તિનું ભોજન બદલાવી દીધુ. 


માલિકે આપી પૈસાની ઓફર
તે વ્યક્તિને ફ્રીમાં ખાવાનાની ઓફર કર્યા બાદ રેસ્ટોરાના માલિકે તેને પૈસા પણ ઓફર કર્યાં. જેથી કરીને તે બહાર જઈને કોઈને પણ ઉંદર મળ્યાની વાત ન કરે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રેસ્ટોરાના માલિકે 20 હજાર યુઆન(લગભગ 2 લાખ રૂપિયા) ઓફર કર્યાં. ગુઓ નામના આ વ્યક્તિએ તેને ફગાવીને 5 મિલિયન યુઆન (5 કરોડ રૂપિયા)ની માગણી કરી. 


પોલીસ પાસે પહોંચ્યો કેસ
રેસ્ટોરાના માલિક અને વ્યક્તિ વચ્ચેનો મામલો પરસ્પર ન ઉકેલાતા તેમણે પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ પોતે જ પોતાની પ્લેટમાં મરેલો ઉંદર નાખ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ થઈ . 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...