બેઈજિંગ: ચીનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે એક વ્યક્તિએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં જાતે જ 20 સેમી લાંબી જીવતી  Eel Fish ઘૂસાડી દીધી. ત્યારબાદ આ માછલી પ્રાઈવેટ પાર્ટમાંથી થઈને વ્યક્તિના પેટમાં જતી રહી.  Eel Fish એ વ્યક્તિના આંતરડામાં અનેક ઠેકાણે નુકસાન પહોંચાડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટમાં અસહ્ય દુખાવો થતા હોસ્પિટલ પહોંચ્યો વ્યક્તિ
ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે આ વ્યક્તિને પેટમાં ખુબ જ દુખાવો થયો અને તે ડોક્ટરને બતાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો. વાત જાણે એમ હતી કે પીડિત વ્યક્તિ ડરતો હતો કે જો આ સમસ્યા લોકોની સામે આવી જશે તો તેના વિશે લોકો શું વિચારશે? દર્દ જ્યારે અસહ્ય થઈ ગયું તો તે હોસ્પિટલ પહોંચી ગયો. 


ઓપરેશન વખતે પણ જીવતી હતી  Eel Fish
અત્રે જણાવવાનું કે ડોક્ટરોએ ઓપરેશન કરીને વ્યક્તિના પેટમાંથી  Eel Fish ને બહાર કાઢી લીધી છે. પેટમાંથી જ્યારે આ માછલી બહાર કાઢવામાં આવી ત્યારે તે જીવતી હતી. 


Taliban એ દાનિશ સિદ્દીકીને જીવતા પકડ્યા હતા, ખબર પડી કે ભારતીય છે તો નિર્દયતાથી હત્યા કરી


વ્યક્તિએ કેમ આવું કર્યું?
નોંધનીય છે કે આ વ્યક્તિએ પોતાના પેટમાંથી કબજીયાતને દૂર કરવા માટે આવું કર્યું. તેણે આવા કોઈ નુસ્ખા અંગે સાંભળ્યું હતું કે પ્રાઈવેટ પાર્ટમાં  Eel Fish નાખવાથી કબજીયાત ઠીક થઈ જાય છે. ડોક્ટરોએ કહ્યું કે તેના કોઈ પુરાવા નથી કે  Eel Fishની મદદથી કબજીયાત ઠીક થઈ શકે છે. આવા જીવલેણ નુસ્ખા અપનાવવાનું જોખમ ન લેવું. 


અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ ચીનમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. ત્યારે 50 વર્ષના એક વ્યક્તિએ 16 ઈંચ લાંબી  Eel Fish પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધી હતી. માછલીએ આંતરડા ફાડી નાખ્યા હતા. માછલી વ્યક્તિના પેટમાં એક અઠવાડિયા સુધી ફસાયેલી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube