બકરીનો રેપ કરી રહેલા યુવકનો દાવો, `હું તો મંજૂરી લઈને કરી રહ્યો હતો`
આફ્રિકી દેશ મલાવીમાં બકરી સાથે રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી વ્યક્તિએ અજીબ દાવો કર્યો છે. તેણે કહ્યું કે તે બકરીની મંજૂરી લઈને તેની સાથે સંબંધ બનાવી રહ્યો હતો. હાલ બકરીના માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
નવી દિલ્હી: આફ્રિકી દેશ મલાવીમાં બકરી સાથે રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી વ્યક્તિએ અજીબ દાવો કર્યો છે. તેણે કહ્યું કે તે બકરીની મંજૂરી લઈને તેની સાથે સંબંધ બનાવી રહ્યો હતો. હાલ બકરીના માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મલાવીના મચિન્જીમાં કેનેડી કંબાની નામના યુવકને શરમજનક હરકત કરતો રંગેહાથે પકડવામાં આવ્યો હતો. બકરીના માલિક પેમ્ફેરો મવાખુલિકાએ જણાવ્યું કે શરૂઆતમાં તેને ખબર મળી કે કોઈ તેનું જાનવર ચોરવાની નિયતથી આવ્યું છે. જ્યારે તે કેટલાક લોકો સાથે ત્યાં પહોંચ્યો તો યુવક બકરી સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવતો જોવા મળ્યો. આ મામલાની જાણકારી તરત નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી.
સૂચના મળતા જ ત્યાં પહોંચેલા પોલીસ ઈન્સ્પેક્ટર લુબ્રિનો કૈટાનોએ જણાવ્યું કે બકરીના માલિકે ચોરીનો શક જતા લોકોને એલર્ટ કર્યાં હતાં પરંતુ જ્યારે અમે પહોંચ્યા તો જોયું કે એક યુવક બકરીનો રેપ કરી રહ્યો છે. ઘટનાસ્થળેથી આરોપીની ધરપકડ કરવામાં આવી.
જાનવરો સાથે રેપના વધ્યા મામલા
આફ્રિકી દેશમાં આ પહેલો મામલો નથી. આ અગાઉ પણ નવેમ્બર 2018માં ઝામ્બિયાનો રહીશ રૂબેન મવાબા પ્રેગનેન્ટ બકરીને રેપ કરવાના મામલે કોર્ટમાં રજુ કરાયો અને 15 વર્ષની સજા થઈ. દક્ષિણ આફ્રિકીમાં પણ ફેસેલાની મકુબે આરોપીને પાડોશીની બકરીને રેપ માટે દોષીત ઠેરવવામાં આવ્યો હતો.
ભારતમાં પણ આવ્યાં છે આવા કેસ સામે
ગત વર્ષ હરિયાણા મેવાતમાં પોલીસે બકરી સાથે ગેંગરેપ મામલે 8 લોકોની ધરપકડ કરી હતી. મેવાતના નગીના પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રાજવીરે જણાવ્યું હતું કે અસલુ નામની વ્યક્તિએ 26 જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેની બકરી સાથે 25 જુલાઈની રાતે સવકર, હારુન, ઝફર અને પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો. પાંચ અન્ય લોકોની ઓળખ થઈ નહતી. આ ઘટના બાદ બકરી મરી ગઈ હતી.