માસ્ટરબેટ એટલે કે જેને હસ્તમૈથુન કહે છે તે એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને દંગ રહી જશો. એક વ્યક્તિએ ચરમસુખ મેળવવા માટે હસ્તમૈથુનનો સહારો લીધો પરંતુ આમ કરતા કરતા તે મોતના મુખ સુધી પહોંચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે હસ્તમૈથુન કરતી વખતે તેનું એક ફેફસું ફાટી ગયું અને ચહેરો સૂજી ગયો. ત્યારબાદ 20 વર્ષના આ યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. યુવકને તાબડતોબ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ કરાયો. જેમતેમ કરીને તે શ્વાસ લેતો હતો, તેના નીચલા જડબા, ગળું અને છાતીની નીચે તથા તેની બંને કોણીઓમાંથી કઈક ટચાકા ફૂટવા જેવો અવાજ આવતો હતો. 


મીડિયા રિપોર્ટ્સ મુજબ Center for Intensive Care ના ડોક્ટર નિકોલા રૈજિકે પોતાના રિડિયોલોજી કેસ રિપોર્ટમાં કહ્યું છે કે યુવકને આઈસીયુમાં લઈ જવાયો. તેને ઓક્સીજન આપવામાં આવ્યો. ત્યારબાદ તેને દુખાવામાંથી રાહત મળી. સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે તે  Profound Pneumomediastinum નો કેસ હતો. એટલે કે છાતી અને ફેફસા વચ્ચે હવા આવી ગઈ હતી. હવા શરીરમાં ગમે ત્યાં પોતાનો રસ્તો બનાવી શકે છે. આવું થાય તો છાતી, હાથ અને ગળા પર ત્વચા નીચે હવાના પરપોટા મહેસૂસ થાય છે. 


આ સ્થિતિ ફેફસામાં આઘાત (Trauma) ના કારણે થઈ શકે છે. આવું ફેફસાની ચારેબાજુ રહેલી કેવિટી એટલે કે માળખામાં દબાણ વધવાથી થઈ શકે છે. આ કેવિટીને પ્લુરલ કેવિટી કહે છે. જે બે મેમ્બ્રેઈન વચ્ચે જગ્યા હોય છે. તે ફેફસાને ઘેરી રાખે છે. તેને Spontaneous Pneumomediastinum કહે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ આ એક દુર્લભ સ્થિતિ છે. સામાન્ય રીતે યુવાઓને તેમની ઉંમરના બીજા દાયકામાં થાય છે. તે તેજ અસ્થમા, વધુ પડતો વ્યાયામ, વધુ ઉલટી કે ઉધરસના કારણે થઈ શકે છે. જો કે યુવકને આવી સ્થિતિ ઊભી થાય એવી કોઈ પરેશાની હતી નહીં. 


ડોક્ટરોના જણાવ્યાં મુજબ યુવક જ્યારે બેડ પર માસ્ટરબેટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં ખુબ દુખાવો થયો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને યૌન ગતિવિધિઓ સંલગ્ન ન્યૂમોમેડિયાસ્ટિનમના બહુ ઓછા રિપોર્ટ મળ્યા છે. ગંભીર કે જટિલ કેસને બાદ કરતા આ સ્થિતિ આપોઆપ ઠીક થવા લાગે છે. યુવકને થોડા દિવસ હોસ્પિટલમાં રાખીને મોનિટર કરવામાં આવ્યો. ધીરે ધીરે તેને સમસ્યા દૂર થઈ અને એક અઠવાડિયામાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.