વોશિંગ્ટન: અમેરિકા (America) માં ભયાનક અકસ્માતનો ભોગ બનેલા એક શખ્સે જે રીતે મોતને હરાવ્યું છે, તે જોઈ દરેક આશ્ચર્યચકિત થયા છે. શખ્સ લગભગ 100 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડ્યો અને પછી તરત ઉભો થઈ ત્યાંથી જવા લાગ્યો. જો કે, નજીકમાં હાજર લોકોએ તેને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ત્યાં રહેવા કહ્યું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શખ્સના હાથનું હાડકું તૂટી ગયું છે અને અન્ય થોડી ઈજાઓ પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Blast જેવો અવાજ સંભળાયો
'ધ સન'ના રિપોર્ટ અનુસાર, આ અકસ્માતની ઘટનાને 21 વર્ષીય ક્રિસ્ટીના સ્મિથ (Christina Smith) એ તેના કેમેરામાં કેદ કરી છે. ખરેખર, ક્રિસ્ટીના ન્યૂ જર્સીના જર્નલ સ્ક્વેર (Journal Square in Jersey City) પર ચાલી રહી હતી, જ્યારે તેણે જોરદાર ધડાકા જેવો અવાજ સાંભળ્યો. તે તરત જ અવાજની દિશામાં દોડી ગઈ, ત્યાં તેણે જોયું કે એક શખ્સ કારની છત પર પડ્યો હતો અને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. તેને આ સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં કે શખ્સ બિલ્ડિંગ પરથી નીચે પડ્યો છે.


શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં 1 આતંકી ઠાર; ગૃહ મંત્રીની આજે બેઠક


Car એ બચાવ્યો શખ્સનો જીવ
ક્રિસ્ટીના સ્મિથે કહ્યું, 'હું ત્યાં પહોંચી કે તરત જ તે શખ્સ કારની છત પરથી નીચે ઉતર્યો અને મને પૂછવા લાગ્યો કે શું થયું છે. મેં તેને કહ્યું કે તે બિલ્ડિંગ પરથી નીચે પડ્યો છે. આ પછી તે ત્યાંથી જવા લાગ્યો, પરંતુ આસપાસ હાજર લોકોએ તેને રોકી લીધો. થોડા સમય પછી એક એમ્બ્યુલન્સ આવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સ્મિથ કહે છે કે જો તે માણસ કાર પર ન પડ્યો હોત તો તેના માટે જીવવું અશક્ય હતું. કારે તેનો જીવ બચાવ્યો.


શુક્રવારની નમાજનો સમય હતો, મસ્જિદમાં થયો મોટો ધમાકો; 100ના મોત



Building માં શા માટે ગયો હતો શખ્સ?
ઘાયલ શખ્સે તેની ઓળખ જાહેર કરી નથી. તે પણ સામે આવ્યું છે કે, તે નવ માળની બિલ્ડિંગમાં પણ કામ કરતો નથી જ્યાંથી તે પડ્યો હતો. આવી સ્થિતિમાં, અત્યારે તે સમજવું મુશ્કેલ છે કે, પીડિત કયા ઈરાદાથી બિલ્ડિંગમાં ગયો હતો. પોલીસનું કહેવું છે કે, તે શખ્સના હાથનું હાડકું તુટ્યું છે, તેને કોઈ વધુ ગંભીર ઇજાની જાણકારી નથી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.


અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં મોટો બ્લાસ્ટ, 12 લોકોના મોત, અનેક ઘાયલ


'કદાચ આને ચમત્કાર કહેવાય'
ક્રિસ્ટીનાએ કહ્યું કે જ્યારે મેં અવાજ સાંભળ્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે તે કોઈના પડવાનો અવાજ છે. જો કે, તેનાથી પણ વધારે, જ્યારે 100 ફૂટની ઊંચાઈ પરથી પડ્યા બાદ પણ તે માણસ તરત જ ઉભો થયો ત્યારે મને આઘાત લાગ્યો. તે કારની છત પરથી નીચે ઉતર્યો અને ત્યાંથી જવા લાગ્યો. ઘટનાસ્થળ પર હાજર દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કદાચ આને ચમત્કાર કહેવાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube