વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં એક પુરૂષને સેક્સ દરમિયાન મહિલાને પૂછ્યા વગર કોન્ડોમ કાઢવો ભારે પડી ગયું છે. મહિલાના આરોપ પર પોલીસે આરોપી વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ન્યૂઝીલેન્ડની કાયદાકીય ભાષામાં તેને 'સ્ટીલ્થિંગ'ના રૂપમાં ઓળખવામાં આવે છે. અહેવાલ પ્રમાણે આરોપી વ્યક્તિ વેલિંગ્ટનમાં રહે છે. જાણવા મળી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં આ આવા પ્રકારનો પ્રથમ મામલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીને સજા આપી મિસાલ બનાવશે કોર્ટ
સ્ટીલ્થિંગ એક એવું કામ છે, જેમાં સેક્સ દરમિયાન સહમતિ વગર પુરૂષ કોન્ડોમ હટાવી દે છે. ખાસ કરી જ્યારે મહિલા સાથે માત્ર કોન્ડોમની સાથે સંભોગ કરવા માટે સહમત હોય. આરોપી પુરૂષને આ મહિનાના અંતમાં સજા સંભળાવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વ્યક્તિની સજાની સાથે ભવિષ્યોમાં આવા મામલા માટે મિસાલ આપવાની આશા છે. 


નિષ્ણાંતોએ ગણાવ્યો આપરાધિક મામલો
વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનના ડો. સામંથા કીને એનઝેડ હેરાલ્ડ સાથે વાતચીતમાં કહ્યું કે, કોન્ડોમની સાથે કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરવું તેના વગર સેક્સ કરવું બરાબર ન હોઈ શકે. સેક્સ દરમિયાન કોન્ડોમ કાઢવો તે ગતિવિધિમાં સામેલ લોકોના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે. તેનાથી ન માત્ર એચઆઈવી સંક્રમણનો ખતરો થઈ શકે પરંતુ મહિના ન ઈચ્છવા છતાં ગર્ભવતી થઈ શકે છે. 


આ પણ વાંચોઃ કોરોનાની સૌથી મોટી આડઅસર, હવે College Students પણ બની રહી છે Sex Worker!


50 ટકાથી વધુ વધી છે મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા
ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધના મામલામાં 50 ટકા વધારો જોવા મળ્યો છે. યૌન હુમલા અને સંબંધિત અપરાધના રિપોર્ટ 2015માં 157થી વધી 2020માં 230 થઈ ગયા છે. તેમાં વેલિંગ્ટન પોલીસના કાર્યક્ષેત્રની અંદર 46 ટકા વધારો થયો છે. 


ન્યૂઝીલેન્ડમાં મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધને લઈને લોકો પણ પ્રદર્શન કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક પ્રાઇવેટ સ્કૂલગર્લ ચેનલ કોન્ટોસે મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાને લઈને એક અભિયાન શરૂ કર્યું છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા યૌન શોષણ અને બળાત્કારની અન્ય કહાનીઓની સાથે મહિલાઓના સંઘર્ષ વિશે જણાવવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube