નવી દિલ્હી: સાપ કરડવાથી કોઈનું પણ મોત થઈ શકે છે, આમ છતાં એક વ્યક્તિ આવા જીવતા સાપને ગળી ગયો. સાંભળવામાં આ વિચિત્ર લાગે પણ સાચુ છે. જો કે આ સ્ટંટ વ્યક્તિને ખુબ ભારે પડી ગયો. આ હરકતની કિંમત વ્યક્તિએ જીવ આપીને ચૂકવવી પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેત મજૂરનો વીડિયો વાયરલ
રશિયા (Russia Astrakhan) ના 55 વર્ષના ખેત મજૂરનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ સાપ ગળતો જોવા મળી રહ્યો છે. Daily Star ના એક રિપોર્ટ મુજબ વ્યક્તિએ સાપને ગળવાના પહેલા બે પ્રયત્નો કર્યા, ત્યારબાદ ત્રીજા પ્રયત્નમાં તે જ્યારે સાપને ગળવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ સાપ તેને જીભ પર કરડ્યો. ત્યારબાદ પણ તે અટક્યો નહીં અને સાપે તેને ફરીથી ગળામાં ડસી લીધુ. 


મોઢાના આવા થયા હાલ
ત્યારબાદ ગણતરીના કલાકોમાં ખેડૂતની હાલત બગડવા લાગી. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે સાપ કરડવાથી વ્યક્તિને એલર્જી થઈ ગઈ.જીભ અને ગળામાં ભયંકર સોજો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ વ્યક્તિને એનાફિલેક્ટિક શોક લાગ્યો. સાપ કરડવાના કારણે વ્યક્તિની જીભ એટલી સૂજી ગઈ કે મોઢામાં માંડ માંડ ફીટ થતી હતી, વ્યક્તિને આ કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી અને આખરે તેનું મોત થઈ ગયું. 


આ વિસ્તારમાં છે વિચિત્ર પ્રથા
રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં સાપ ગળવાની પ્રથા છે. અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર મળી આવે છે. જે મોટાભાગે ઝેરીલા હોતા નથી. પરંતુ માણસોને તે નુકસાન પહોંચાડી શકે છે. વ્યક્તિના મોત બાદ હવે સ્થાનિક પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ સાપને ન ગળવાની કોશિશ ન કરે, તે જીવલેણ બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube