વ્યક્તિના મગજમાંથી આ શું નીકળ્યું? ડોક્ટરોની પણ આંખો થઈ પહોળી
ચીનમાં રહેતા એક વ્યક્તિને માથાના દુ:ખાવાની ફરિયાદ થતા તે હોસ્પિટલ પહોંચ્યો. તે વ્યક્તિને લાંબા સમયથી માથાના દુખાવાની ફરિયાદ હતી. પરંતુ જ્યારે સહન ન થઈ તો તે ડોક્ટર પાસે ગયો.
શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય તો તમને તરત ખબર પડી જાય છે અને આપણે તેની સારવાર કરાવીએ છીએ. પરંતુ ચીનમાં એક વ્યક્તિની ખોપડીમાંથી એક એવી વસ્તુ નીકળી કે ડોક્ટરોના પણ હોશ ઉડી ગયાં. હાલમાં જ ચીનમાં રહેતા એક વ્યક્તિને માથાના દુ:ખાવાની ફરિયાદ થતા તે હોસ્પિટલ પહોંચ્યો. તે વ્યક્તિને લાંબા સમયથી માથાના દુખાવાની ફરિયાદ હતી. પરંતુ જ્યારે સહન ન થઈ તો તે ડોક્ટર પાસે ગયો.
સીમેન્ટ ફેક્ટરીમાં સુપરવાઈઝર છે હૂ
ડોક્ટરોએ તેનું પરિક્ષણ કર્યું તો માલુમ પડ્યું કે તેના મગજમાં 48 એમએમ લાંબો (લગભગ 2 ઈંચ) નખ ઘૂસી ગયો હતો. આ સમગ્ર મામલે સૌથી આશ્ચર્યજનક તો એ હતું કે વ્યક્તિને ખબર જ નહતી કે આ નખ તેના મગજમાં પહોંચ્યો કઈ રીતે. સ્થાનિક અહેવાલો મુજબ 43 વર્ષનો હૂ ચોંગયાંગ સ્થિત સીમેન્ટ ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે.
સીટી સ્કેનથી સામે આવ્યું સત્ય
5 ઓક્ટોબરના રોજ હૂ ચોંગયાંગ કાઉન્ટી પીપલ્સ હોસ્પિટલ પહોંચ્યો., તેણે જણાવ્યું કે ગત કેટલાક દિવસોથી તેને માથામાં દુ:ખાવાની ફરિયાદ હતી. તે સતત ઈગ્નોર કરતો રહ્યો. છેલ્લે જ્યારે સહન ન થયો તો તે સારવાર માટે હોસ્પિટલ ગયો. હોસ્પિટલમાં તેનું સીટી સ્કેન થયું. સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે કપાળમાં સીધી બાજુ લાંબો નખ ઘૂસી ગયો છે.
હૂએ જણાવ્યું કે ડ્યૂટી સમયે તેણે સીમેન્ટ ફેક્ટરીમાં લાગેલા સિક્યુરિટી કેમેરા જોવાના હોય છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના નખથી તે દૂર રહે છે. Shanghaiist ના અહેવાલ મુજબ ડોક્ટરોને એ જાણવામાં નિષ્ફળ રહ્યાં કે આટલો લાંબો નખ મગજમાં કેવી રીતે ઘૂસ્યો. હૂના ઉપચાર માટે તેને મોટી હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યો.