નવી દિલ્હી: અનેક લોકોને સ્વિમિંગનો શોખ હોય છે આથી તેઓ અવારનવાર સ્વિમિંગ પૂલમાં પણ જતા હોય છે. પરંતુ હાલમાં જ ગ્રીનપીસથી એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો કે જ્યાં સ્વિમિંગ કર્યા બાદ એક વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો. શરૂઆતમાં તો વ્યક્તિને લાગ્યું કે કદાચ સ્વિમિંગ કરતી વખતેતેના કાનમાં પાણી જતું રહ્યું હશે પરંતુ બાદમાં જ્યારે અસલ કારણ જાણવા મળ્યું તો તે ચોંકી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિમિંગ દરમિયાન કાન બંધ થઈ ગયો
સીએનએનમાં છપાયેલા એક ખબર મુજબ જેન વેડિંગ નામનો એક વ્યક્તિ ન્યૂઝીલેન્ડથી ગ્રીનપીસમાં કામ કરવા માટે ગયો હતો. એક દિવસ જ્યારે તે સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તેના કાનમાં કઈક જતું રહ્યું છે જેના કારણે તે બંધ થઈ ગયો છે. શરૂઆતમાં તો વ્યક્તિએ તેને ઈગ્નોર કર્યું પરંતુ જ્યારે કાનમાં દુખાવો થવા લાગ્યો તો તે ડોક્ટર પાસે ગયો જ્યાં તેને ખબર પડી કે તેના કાનમાં તો વંદો ઘૂસી ગયો છે. 


આ ગામનું નામ જે સાંભળે તે શરમથી લાલચોળ થઈ જાય, લોકોએ કહ્યું- પ્લીઝ નામ બદલો


આખી રાત ઊંઘી ન શક્યો
જેને જણાવ્યું કે સ્વિમિંગ બાદથી જ તેના કાનમાં કઈક અજીબ ફીલ થયું પરંતુ તેણે તેને ઈગ્નોર કર્યું અને જઈને સૂઈ ગયો. જ્યારે તે સૂઈને ઉઠ્યો તો પણ તેનો કાન તો બ્લોક જ રહ્યો. બીજા દિવસે તે એક ક્લિનિકમાં ગયો અને કાનમાં સિરિંજ લગાવડાવી. તેને એન્ટીબાયોટિક્સ આપવામાં આવી અને માથાના કિનારાને બ્લો ડ્રાય કરવાનું કહેવાયું. જેનને કહેવામાં આવ્યું કે જો ત્યારપછી પણ તેને હલચલ મહેસૂસ થાય તો તે પાછો આવે. જો કે ઘરે જઈને જેનને વધુ સમસ્યા નડી  અને તે આખી રાત ઊંઘી પણ ન શક્યો. 



આરામ મેળવવા માટે ખુબ કોશિશ કરી
તેણે જણાવ્યું કે તેને વારંવાર ચક્કર આવી રહ્યા હતા. જ્યારે તે સૂઈ જતોતો કાનના પડદાની ચારેબાજુ પાણી જેવું મહેસૂસ થતું હતું. તેણે આરામ મેળવવાની ખુબ કોશિશ કરી. જેને કહ્યું કે તેણે ઈયર કેન્ડલ્સ, ચ્યુઈંગમ અને એક પગ પર કૂદવા જેવી દરેક કોશિશ કરી જેથી કરીને તેને આરામ મળી શકે. 


અત્યંત આઘાતજનક, કોલેજમાં સારા માર્ક્સ માટે વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર્સ સાથે કરવું પડતું સેક્સ


ડોક્ટરે કાઢ્યો વંદો
બીજા દિવસે તે ડોક્ટર પાસે પહોંચ્યો તો તેના કાનનું ચેકઅપ થયું. ડોક્ટરે જણાવ્યું કે તેના કાનમાં કીડો છે. ત્યારબાદ ડોક્ટરે તેના કાનમાંથી એક વંદો બહાર કાઢ્યો. જેને જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. આ વંદાની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube