Indonesia Fire: ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાના એક ઓઈલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી જોખમી રીતે આગળ વધી રહી છે કે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આગની ઊંચી ઊંચી લપેટો અને ધૂમાડાથી હાહાકાર મચી ગયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. ફાયર વિભાગની 52 ગાડીઓ પણ આગ પર કાબૂ મેળવી શકી નથી. 50થી વધુ લોકો આગમાં ઝૂલસી ગયા છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકોની સ્થિતિ ગંભીર છે. હજુ પણ આગમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આવામાં મોતનો આંકડો વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે જાકાર્તાના એક ઈંધણ ભંડાર ડેપોમાં શુક્રવારે ભયાનક આગ લાગી. અધિકારીઓએ જણાવ્યું કે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા બાદ ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરેથી બહાર કાઢવા  પડ્યા. સરકારી ઓઈલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત ઈંધણ ભંડાર ડેપો ઉત્તર જાકાર્તાના તનાહ મેરાહ વિસ્તારમાં ગાઢ વસ્તીવાળા વિસ્તાર પાસે છે. જે  ઈન્ડોનેશિયાની ઈંધણ જરૂરિયાના 25 ટકાની આપૂર્તિ કરે છે. ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 260 ફાયરકર્મીઓ અને 52 ગાડીઓ આજુબાજુના વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. 


નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ, 12 લોકોના મોત


પ્લાસ્ટિકની બોટલમાંથી ગટાગટ પાણી પીતા હોવ તો સાવધાન! આ વાંચીને તમારા હોશ ઉડી જશે


Video: આકાશમાંથી અંગારા વરસ્યા! 42 માળની ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ


જાકાર્તા ફાયર અને બચાવ વિભાગના પ્રમુખ એક ગુનાવાને કહ્યું કે ઘટનાસ્થળની આજુબાજુ રહેનારા લોકોને હજુ પણ કાઢવામાં આવી રહ્યા છે અને તેમને ગામના એક હોલ અને એક મસ્જિદમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આગના કારણે અનેક વિસ્ફોટ થયા છે અને તે તેજીથી ઘરો સુધી ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે જેમાં બે બાળકો પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube