મિયામી: અમેરિકાના ફ્લોરિડા શહેરમાં જૈક્સનવિલેમાં સામૂહિક ગોળીબારીમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ પણ મોતને ભેટ્યો છે. જૈક્સનવિલે શેરિફ કાર્યાલયે ટ્વિટ કર્યું, 'ઘટનાસ્થળે ઘણા લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઘણા લોકોને ત્યાંથી લઇ જવામાં આવ્યા છે.'' તેમણે કહ્યું કે બીજો કોઇ સંભવિત બંદૂધકારી છે કે નહી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે લોકોને ઘટનાસ્થળ વાળા ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપી. મિયામી હેરાલ્ડ સમાચારપત્રએ કહ્યું કે ગોળીબારી એક વીડિયો ગેમ ટૂર્નામેંટમાં થઇ અને ચાર લોકોના મોત નિપજ્યા જ્યારે અન્ય 11 ઘાયલ થયા. 



તમને જણાવી દઇએ કે આ વર્ષે ફ્લોરિડા સ્થિત એક સ્કુલમાં બુધવારે તેના પૂર્વા વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબારી કરી હતી. તેમાં 17 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી છાત્ર સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવતાં નારાજ હતો, ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો.