કેનેડામાં ગ્રેટર ટોરેન્ટોમાં ત્રણ અલગ અલગ વિસ્તારો વોન, બ્રોમ્પ્ટન તથા સકારબરોમાં હિન્દી ફિલ્મો દેખાડનારા થિયેટરોમાં કેટલાક નકાબપોશવાળા વ્યક્તિઓ દ્વારા શંકાસ્પદ પદાર્થ છાંટવામાં આવતા દર્શકોને તાબડતોબ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેના સંપર્કમાં આવનારા કેટલાક લોકોની સારવાર કરવામાં આવી. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતની છે. સ્થાનિક પોલીસ અને મીડિયાએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાની યોર્ક પ્રાંતની પોલીસે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે આવી જ એક ઘટના મંગળવારે વોનના એક થિયેટર પરિસરમાં રાતે લગભગ 9.20 મિનિટે ઘટી હતી. પોલીસે કહ્યું કે માસ્ક અને હુડ પહેરેલા બે લોકોએ એક થિયેટરમાં અજ્ઞાત અને એરોસોલ આધારિત એક શંકાસ્પદ પદાર્થ હવામાં છાંટ્યો અને ત્યારબાદ ત્યાં ફિલ્મ જોઈ રહેલા અનેક લોકોને ઊધરસ આવવા લાગી હતી. પોલીસના જણાવ્યાં મુજબ થિયેટરોમાં આ ઘટના વખતે લગભગ 200 લોકો હાજર હતા. આ દરમિયાન થિયેટરમાં એક હિન્દી ફિલ્મ દેખાડવામાં આવી રહી હતી. 


પોલીસે કહ્યું કે પદાર્થના સંપર્કમાં આવવાના કારણે અનેક લોકોને ઉપચાર કરવામાં આવ્યો અને થિયેટરને ખાલી કરાવવું પડ્યું. આ ઘટનાને કારણે કોઈ પણ વ્યક્તિને જોકે ગંભીર ઈજા જો કે થઈ નથી. પોલીસના ઘટનાસ્થળે પહોંચતા પહેલા જ સંદિગ્ધ લોકો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટના મામલે હજુ સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી.