Kabul Blast: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો જેમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે દશતી બારચી વિસ્તારમાં શુક્રવારે સવારે આ વિસ્ફોટ થયો. વિસ્તારમાં મોટાભાગે અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક શિયા સમુદાયના લોકો રહે છે. વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે પીડિતોમાં હાઈ સ્કૂલથી લઈને સ્નાતકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સામેલ છે. વિસ્ફોટ થયો તે સમયે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ શુક્રવારે આવા શૈક્ષણિક કેન્દ્રો કે જેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના માટે વધારાની સુરક્ષાની માગણી કરશે. 


એક ટ્વિટર પોસ્ટમાં એનજીઓ અફઘાન પીસ વોચે કહ્યું કે એક આત્મઘાતી હુમલાખોરે વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પોતાની જાતને ઉડાવી દીધી. કાજ એજ્યુકેશનલ સેન્ટરને નિશાન બનાવ્યું. અત્રે જણાવવાનું કે હાલમાં જ કાબુલના વજીર અકબર ખાન વિસ્તાર પાસે પણ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. હાલમાં જ કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર થયેલા વિસ્ફોટની પણ કડક શબ્દોમાં ટીકા થઈ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube