Covid outbreak in China: ચીનમાં કોરોનાના એકવાર ફરીથી ઝડપથી ફેલાવવાના સમાચારોએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આવનારા કેટલાક દિવસોમાં કોવિડ કેસોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. દાવો થઈ રહ્યો છે કે આ વીડિયો ચીનનો છે અને તેમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ચીને કોવિડથી થનારા મોતનું રિપોર્ટિંગ બંધ કરી દીધુ છે. ચીન દ્વારા કોવિડથી મોતનો આંકડો જાહેર કરાયો હોય તેવો છેલ્લો ડેટા 4 ડિસેમ્બરનો ઉપલબ્ધ છે. જો કે આ વાયરલ વીડિયો અંગે ઝી 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી. 


ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ચીન મોટા શહેરોમાં અંતિમ સંસ્કારવાળા ઘરોમાં મૃતદેહોની સંખ્યા અંગે માહિતી છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના લોકોએ હાલમાં જ શૂન્ય કોવિડ નીતિનો વિરોધ કર્યો હતો. જેનાથી અધિકારીઓએ બીમારીને નિયંત્રિત કરવા માટે અમલમાં મૂકાયેલા ઉપાયો રદ કરવા મજબૂર થવું પડ્યું. જો કે આ પગલાંએ ચીનને છેલ્લા 3 વર્ષના સૌથી મહત્વપૂર્ણ કોવિડ પ્રકોપના દરવાજે  લાવીને મૂકી દીધુ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube