કાબુલ : પશ્ચિમી અફઘાનિસ્તામાં સોમવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપમાં અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થયા છે. પશ્ચિમી પ્રાંત બડઘિસનાં કાદિસ જિલ્લામાં અનેક મકાનો તો કેટલાક મકાનોના ધાબા પડી જવાના કારણે મોટા ભાગનાં લોકોનાં મોત નિપજ્યાં છે. જિલ્લાના ગવર્નર મોહમ્મદ સાલેહ પુરડેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજના ધરતીકંપના કારણે 12 થી વધારે મોત અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ધરતીકંપની તિવ્રતા 5.3 રિક્ટર સ્કેલ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તા પહેલાથી જ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. તાલીબાનોના દેશ પર કબ્જા બાદથી ત્યા સ્થિતિ વણસી ચુકી છે. જેના કારણે હાલ ત્યાં ભુખમરો, રોગચાળો સહિતની અનેક સમસ્યાઓ છે. તેમાં આ ધરતીકંપે પડતા પર પાટુ મારવાનું કામ કર્યું છે. હાલ તો ભારત સહિત અનેક દેશોની મદદથી નાગરિકોનું ગુજરાન ચાલી રહ્યું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં ધરતીકંપ આવ્યો છે તે કાદિસ વિસ્તાર હાલ દુષ્કાળનો પણ સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સહાય પૈકી પણ ખુબ જ ઓછી રકમ ત્યાં સુધી પહોંચી શકી છે. હિંદુકુશ પહાડીઓ, યુરેશિયસ અને ભારતીય ટેક્ટોનિક પ્લેટના જંક્શન પોઇન્ટ પર આવેલું હોવાના કારણે આ પ્લેટો જ્યારે પણ અથડાય ત્યારે અહીં ધરતીકંપ આવતો હોય છે.