ઉત્તર ઈરાકમાં એક લગ્ન સમારોહમાં લાગેલી આગથી ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 150 અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિતોમાં દુલ્હા અને દુલ્હન પણ સામેલ હોવાનું કહેવાય છે. બીબીસીના રિપોર્ટ મુજબ આ આગ ઈરાકના ઉત્તર નિનેવેહ પ્રાંતના અલ હમદાનિયા જિલ્લામાં મંગળવારે મોડી સાંજે લાગી. હજુ એ સ્પષ્ટ નથી કે આગ કયા કારણથી લાગી, પરંતુ પ્રાથમિક રિપોર્ટ્સમાં કહેવાય છે કે આતિશબાજી થયા બાદ આગ લાગી. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ નિનેવેહના ડેપ્યુટી ગવર્નર હસન અલ અલ્લાકે કહ્યું કે મૃતકોની સંખ્યા 113 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાક સમાચાર એજન્સી નીના દ્વારા પોસ્ટ  કરાયેલી એક તસવીરમાં ફાયર બ્રિગેડના કર્મીઓ આગને કાબૂમાં કરવાની કોશિશ કરતા જોઈ શકાય છે અને સોશિયલ મીડિયા પર સ્થાનિક પત્રકારોની તસવીરોમાં ઈવેન્ટ હોલના બળેલા અવશેષો જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે ઈમારતમાં જ્વલનશીલ પેનલોએ આગ ભડકાવવામાં મદદ કરી હશે, જેનાથી આયોજન સ્થળની છત નષ્ટ થઈ. 


ઈરાકના નાગરિક સુરક્ષા નિદેશાલયે કહ્યું કે અત્યાધિક જ્વલનશીલ, ઓછા ખર્ચવાળી નિર્માણ સામગ્રીના ઉપયોગના પરિણામ સ્વરૂપે આગ લાગવાથી હોલના કેટલાક ભાગ ધસી ગયા જે આગ લાગવાની ગણતરીની મિનિટોમાં ધસી પડ્યા. 


જ્યારે આગ લાગી તો સેંકડો લોકો જશ્ન મનાવી રહ્યા હતા
રોયટર્સના જણાવ્યાં મુજબ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જ્યારે સ્થાનિક સમય મુજબ લગભગ 10.25 વાગે (19.45 GMT) ઈમારતમાં આગ લાગી તો સેકડો લોકો જશ્ન મનાવી રહ્યા હતા. 34 વર્ષના ઈમાદ યોહાના જે બચી ગયા તેમણે કહ્યું કે અમે જોયું કે આગ હોલથી બહાર આવી રહી હતી. જે લોકો ચેતી ગયા તે સંભાળીને બહાર નીકળી ગયા અને જે ન સંભાળી શક્યા તે ફસાઈ ગયા. 


મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે પહોંચ્યા
અધિકૃત નિવેદનો મુજબ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને મેડિકલ  ટીમો મોકલવામાં આવી છે. ઈરાકના પ્રધાનમંત્રીએ અધિકારીઓને કહ્યું કે તેઓ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયત્નો કરે. તેમના કાર્યાલયે એક્સ પર એક પોસ્ટમાં આ વાત કરી. વિસ્તારની રાજધાની મોસુલના પૂર્વમાં આવેલા કસ્બા હમદાનિયાહની મુખ્ય હોસ્પિટલમાં ડઝન જેટલા  લોકો ઘાયલોની મદદ માટે રક્તદાન કરવા પહોંચ્યા. 


વિસ્તારના ગવર્નરે આઈએનએને જણાવ્યું કે ઘાયલોને નિનેવે ક્ષેત્રની હોસ્પિટલોમાં ખસેડી દેવાયા છે. તેમણે કહ્યું કે મોત અને ઘાયલોની સંખ્યા નિશ્ચિત નથી તે હજુ વધી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube