South Africa: દક્ષિણ આફ્રીકાની બિલ્ડીંગમાં ભયાનક આગ, 63 લોકોનાં મોત અને 40થી વધારે ઘાયલ
Johannesburg Fire News: દક્ષિણ આફ્રિકામાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ આખી બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 200 લોકો રહેતા હતા.
દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને અન્ય 43 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા હતા અને લગભગ 43 લોકો ઘાયલ થયા હતા. પ્રવક્તા રોબર્ટ મુલૌદઝીએ જણાવ્યું હતું કે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કાળી પડી ગયેલી ઈમારતની બારીઓમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. જોહાનિસબર્ગમાં આવેલી આ ઇમારત પાંચ માળની હતી. CNN એ SABC ને ટાંકીને કહ્યું કે આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. સોશિયલ મીડિયા પર ફરતા વિડિયોમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરને ઘેરી લેતી વિશાળ નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube