પૃથ્વી ખતરામાં! ધરતી તરફ આવી રહ્યું છે સૌથી મોટું સૌર તોફાન, સર્જાઈ શકે છે મોટો વિનાશ!
Solar Flareને લઈને નાસાએ જણાવ્યું છે કે આ તેજસ્વી ચમક AR2887 સનસ્પોટથી આવી રહી છે. આ સનસ્પોટ પરથી તે નક્કી કરી શકાશે કે પૃથ્વી તરફ આવી રહેલું આ વિશાળ સૌર વાવાઝોડું પૃથ્વીને કોઈ મોટું નુકસાન કરી શકે છે કે કેમ.
નવી દિલ્હી: નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (Solar Dynamics Observatory)એ સૂર્યમાંથી નીકળતી તેજસ્વી જ્વાળા (Solar Flare)ને કેપ્ચર કરી છે, જે એક મોટા સૌર તોફાનનો સંકેત છે. નાસાના જણાવ્યા અનુસાર, તે શનિવારે 30 ઓક્ટોબરે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેના કારણે GPS સિગ્નલ ખોરવાઈ શકે છે.
સુર્યના કેન્દ્રમાંથી આવી રહ્યું છે વિશાળ સૌર તોફાન
Solar Flareને લઈને નાસાએ જણાવ્યું છે કે આ તેજસ્વી ચમક AR2887 સનસ્પોટથી આવી રહી છે. આ સનસ્પોટ પરથી તે નક્કી કરી શકાશે કે પૃથ્વી તરફ આવી રહેલું આ વિશાળ સૌર વાવાઝોડું પૃથ્વીને કોઈ મોટું નુકસાન કરી શકે છે કે કેમ.
Spaceweather.com ના અહેવાલ મુજબ, આ સૌર તોફાન સૂર્યના કેન્દ્રમાંથી આવી રહ્યું છે અને તેનો તીવ્ર પ્રકાશ સીધો પૃથ્વી તરફ પડશે.
મોટા રેડિયો બ્લેકઆઉટનું કારણ
આ સૌર વાવાઝોડાને X1 Categoryમાં રાખવામાં આવ્યું છે, જે શનિવારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે. X1 categoryના સૌર વાવાઝોડું અસ્થાયી, પરંતુ મોટા રેડિયો બ્લેકઆઉટનું કારણ બની શકે છે. US Space Weather Prediction Center અનુસાર તેની અસર દક્ષિણ અમેરિકામાં જોવા મળી શકે છે.
કોમ્યુનિકેશન સિગ્નલ પર પડી શકે છે અસર
વિજ્ઞાનીકોના મતે, સૂર્યના કેન્દ્રમાંથી ઉદ્દભવનાર આ સૌર તોફાન રેડિયેશનનો શક્તિશાળી વિસ્ફોટ છે, પરંતુ આ મજબૂત કિરણોત્સર્ગની જ્વાળા પૃથ્વીના વાતાવરણને પાર કરીને મનુષ્યને નુકસાન પહોંચાડી શકે નહીં. જો કે, તે એટલું તેજસ્વી હશે કે તે વાતાવરણના સ્તરમાં જેમાં GPS અને કમ્યુનિકેશન સિગ્નલ ટ્રાવેલ કરે છે તેણે અસર કરી શકે છે.
કઈ કેટેગરીમાં રાખવામાં આવ્યું
નાસાના મતે, X-class સૌથી સૌથી ગંભીર સૌર તોફાન દર્શાવે છે. જેમ જેમ સંખ્યા વધે છે, જેમ કે X1, X2 અથવા X3, તેનો અર્થ એ છે કે તેની તીવ્રતા બમણી અને ત્રણ ગણી થાય છે.