અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર આખી દુનિયાની નજર છે. દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુ આસ્થાવાળા લોકો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે. આ બધા વચ્ચે એક વિદેશી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે હેઠળ 22 જાન્યુઆરીના રોજ હિન્દુ આસ્થાવાળા અધિકારીઓને 2 કલાકનો ખાસ બ્રેક આપવામાં આવશે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરેશિયસની કેબિનેટે શુક્રવારે એક અધિકૃત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટે 22 જાન્યુઆરીના રોજ સોમવારે બપોરે 2 વાગ્યાથી 2 કલાકની ખાસ રજા આપવા પર સહમતિ વ્યક્ત  કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને હિન્દુ આસ્થાના સાર્વજનિક અધિકારીઓ 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની ખાસ રજા પર રહેશે. નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે. 


અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાની મૂર્તિની સ્થાપના કરશે. ભવ્ય મંદિરના ઉદ્ધાટન માટે અનેક નેતાઓ અને ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરાયા છે. મંદિરના અધિકારીઓ મુજબ આ સમારોહ 16 જાન્યુઆરીથી શરૂ થશે જે 7 દિવસ સુધી ચાલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીના રોજ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને બિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે. 


વૈદિક અનુષ્ઠાન પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય સમારોહથી એક અઠવાડિયા પહેલા આ સમાહોર 16 જાન્યુઆરીથી શરૂ થશે. આ અગાઉ બુધવારે અમેરિકામાં ભારતીય દૂત તરણજીત સિંહ સિંધુએ કહ્યું હતું કે રામાયણ વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં એક બ્રિજ છે. તે લોકોને માનવીય સંબંધોની જટિલતાઓની સાથે જ સારા અને ખરાબ વચ્ચે શાશ્વત સંઘર્ષ વિશે શીખવાડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube