#Me Too : શું કંપનીઓ મહિલાઓને નોકરી આપવાનું બંધ કરી દેશે, IMF ચીફે આપ્યો જવાબ
કામકાજના સ્થળે મહિલાઓ સાથે જાતિય શોષણ સામે અમેરિકાથી શરૂ થયેલું #Me Too અભિયાન હવે ભારતમાં પહોંચ્યું છે. ભારતમાં પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, જાતીય શોષણની આવી ઘટનાઓના મીડિયામાં મુદ્દો બનવાથી કંપનીઓ મહિલાઓને નોકરી આપવામાં સંકોચ કરી શકે છે
નવી દિલ્હીઃ કામકાજના સ્થળે મહિલાઓ સાથે જાતીય શોષણ વિરુદ્ધ અમેરિકાથી શરૂ થયેલું #Me Too આંદોલન હવે ભારતમાં પહોંચી ચુક્યું છે. ભારતમાં પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, જાતીય શોષણની આવી ઘટનાઓના મીડિયામાં મુદ્દો બનવાથી કંપનીઓ મહિલાઓને નોકરી આપવામાં સંકોચ કરી શકે છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટિન લેગાર્ડે જણાવ્યું કે, જો આમ થશે તો કંપનીઓ શ્રેષ્ઠ ટેલેન્ટ ગુમાવી દેશે.
કંપનીઓ દ્વારા મહિલાઓને નિમણુક ન આપવા અંગેની આશંકા બાબતે તેમણે જણાવ્યું કે, 'કંપનીઓને એવો વર્કફોર્સ નહીં મળે અને તેઓ તેમનો ફાયદો નહીં લઈ શકે, જે સુપર ક્વોલિફાઈડ છે, અત્યધિક કુશળ છે અને યોગદાન આપવા માટે હંમેશાં તૈયાર રહે છે.' ક્રિસ્ટિનને ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા એક ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું હતું કે, શું મી ટૂ કેમ્પેઈનથી કોર્પોરેટ વિશ્વ મહિલાઓની નિમણૂકમાં વિઘ્ન આવી શકે છે, કોર્પોરેટ કંપનીઓ તેમને નોકરી આપતા ખચકાઈ શકે છે.
મહિલાઓને આગળ વધારો
ક્રિસ્ટિન લેગાર્ડે જણાવ્યું કે, કોર્પોરેટ અને નીતિ નિર્માતાઓએ મહિલાઓને દૂર રાખવાને બદલે તેમની કંપનમાંથી ભેદભાવ દૂર કરવા અને મહિલાઓને આગળ વધારવા પર ભાર મુકવો જોઈએ. તેમણે જણાવ્યું કે, 'સંસ્થામાં મેનેજમેન્ટ સંબંધિત પોસ્ટમાં ટોચના સ્તરે જો મહિલાઓની સંખ્યા વધારે હશે તો આવી ભયાનક કહાની સાંભળવા ઓછી મળશે.'
#Me Too : મેલેનિયા ટ્રમ્પે કહ્યું, 'પુરુષો પર આરોપ લગાવનારી મહિલાઓએ પુરાવો આપવો જોઈએ'
ક્રિસ્ટીને જણાવ્યું કે, સૌથી પહેલા તો બે બાબતે પર ધ્યાન આપવાની જરૂર છે. કામકાજના સ્થળે ભેદભાવ દૂર કરવામાં આવે અને ટોચનાં પદ પર મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે. આ ઉપરાંત જાતીય શોષણ સામે લડવા માટે કાયદાની કડક જોવાઈઓ પણ હોવી જરૂરી છે. ભારતના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, અહીં એક કાયદાકીય વ્યવસ્થા છે અને રૂલ ઓફ લો પ્રત્યે સન્માન પણ છે. ભારતના કાયદામાં જાતીય શોષણ વિરોધી જોગવાઈ પણ સામેલ થવી જોઈએ.
ભારતની વિકાસયાત્રા
આઈએમએફ દ્વારા ભારતીય મૂળની ગીતા ગોપીનાથને મુખ્ય અર્થશાસ્ત્રી બનાવવા અંગે ક્રિસ્ટીને જણાવ્યું કે, તે અત્યંત પ્રભાવશાળી છે અને તેમને ગર્વ છે કે આખરે આઈએમએફમાં એક મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી છે.
#Me Too : કંગના બોલી - પત્નીને 'ટ્રોફી'ની જેમ રાખનારા ઋતિક રોશનને સજા મળે
ભારતીય અર્થવ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર જો સૌથી વધુ નહીં રહે તો પણ ટોપ-3માં તો રહેશે જ. આથી ભારતમાં ઘણો વિકાસ થવાનો છે અને તેના માટે અનેક કારણો પણ છે. જોકે, ખનીજ તેલના વધતા જતા ભાવ અંગે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી.