આ ચાઈનીઝ મહિલાના ચક્કરમાં બિલ અને મેલિન્ડાનું 27 વર્ષ જૂનું લગ્નજીવન વેરણછેરણ થયું?
અબજપતિ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સના છૂટાછેડાનું હવે એક નવું કારણ સામે આવ્યું છે.
વોશિંગ્ટન: અબજપતિ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સના છૂટાછેડાનું હવે એક નવું કારણ સામે આવ્યું છે. કહેવાય છે કે પતિ અને પત્નિ વચ્ચે વો વાળો એંગલ છે જેણે 27 વર્ષના સંબંધને તોડવાનું કામ કર્યું. સોશિયલ મીડિયા પર ઝે શેલી વાંગ (Zhe Shelly Wang) નામની ચીની મહિલા સાથે બિલ ગેટ્સના અફેરની ચર્ચા છે. જો કે વાંગે તેનો ઈન્કાર કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે બિલ ગેટ્સસાથે તેમનું કોઈ અફેર નથી.
ફાઉન્ડેશન માટે કરે છે કામ
અમારી સહયોગી વેબસાઈટ DNA માં છપાયેલા અહેવાલ મુજબ બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સનો સંબંધ તૂટવાનું એક કારણ એ પણ છે કે વાંગ બિલ એ્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન માટે અનુવાદક તરીકે કામ કરે છે. જો કે તેમણે આવા રિપોર્ટસને સંપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા છે. તેમણે ચીનના ટ્વિટર ગણાતા વીબો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બિલ ગેટ્સ સાથે તેમના એવા કોઈ સંબંધ નથી.
અમેરિકામાં રહે છે વાંગ
વાંગે લખ્યું છે કે મે વિચાર્યું હતું કે અફેરની અફવાઓ જાતે જ ખતમ થઈ જશે કારણ કે અફવાઓનો કોઈ આધાર હોતો નથી. પરંતુ મને અંદાજો નહતો કે તે આટલી વધી જશે. વાંગે લખ્યું કે હું એ લોકોનો આભાર માનવા માંગુ છું કે જેમણે આ અફવાઓને ખતમ કરવામાં મારો સાથ આપ્યો. મૂળ ચીનની વાંગ 36 વર્ષની છે અને તે અમેરિકામાં રહે છે.
આખરે કેમ આદર્શ દંપત્તિ ગણાતા બિલ અને મેલિન્ડા ગેટ્સ છૂટા પડ્યા? એક રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો
ફ્રેન્ડે અફેરને ગણાવ્યો બકવાસ
વાંગના મિત્ર લી ડોંગલઈએ પણ આ અફેરની ખબરોને બકવાસ ગણાવી છે. તેમણે કહ્યું કે વાંગ ગેટ્સ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ માટે કામ કરી ચૂકી છે. ડોંગલઈએ કહ્યું કે વાંગ બિલ ગેટ્સ માટે પણ કામ કરે છે આથી શક્ય છે કે કેટલાક લોકોએ તેના બિલ સાથે ફોટા જોયા હોય અને તેના આધારે સંબંધની વાર્તા ઘડાઈ હોય. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ બિલ અને તેમની પત્નીએ અલગ થવાની જાહેરાત કરી હતી.
Covid-19: આ જીવલેણ કોરોના મહામારીથી દેશને ક્યારે મળશે રાહત? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube