નવી દિલ્હી: PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ડોમ્નિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો મીડિયા સામે આવી છે. જેમાં તેના શરીર પર ઈજાના નિશાન છે. આ મામલે ચોક્સીના વકીલોનો દાવો છે કે મેહુલ ચોક્સી સાથે મારપીટ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે જે તસવીરો પબ્લિક ડોમીનમાં સામે આવી છે તેમાં તેઓ લોકઅપ જેવા સળિયા પાછળ છે અને પોતાના હાથ પર થયેલી ઈજા દેખાડી રહ્યો છે. તેની ડાબી આંખ પણ લાલ જોવા મળે છે. તેના હાથ અને કાંડા પર ઈજા જોવા મળે છે. 


વકીલે તપાસની માગણી કરી
ચોક્સીના વકીલે દાવો કર્યો કે 'મેહુલ ચોક્સીનું એન્ટીગુઆથી જબરદસ્તીથી અપહરણ કરવામાં આવ્યું. તેમની પીટાઈ થઈ અને ત્યારબાદ તેમને ડોમિનિકા લઈ જવાયો. તેને કાનૂની અધિકારોથી પણ વંછિત રાખવામાં આવી રહ્યા છે.' મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પોતાના ક્લાયન્ટ સાથે 'ટોર્ચર' કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આખરે તે ડોમિનિકા કેવી રીતે પહોંચ્યા તેની તપાસ થવી જોઈએ. અગ્રવાલના જણાવ્યાં મુજબ તેમના ક્લાયન્ટની લીગલ ટીમે ડોમિનિકાની કોર્ટમાં મેહુલ ચોક્સી માટે Habeas corpus petition દાખલ કરી છે. 


અઠવાડિયા પહેલા ગાયબ થયો હતો મેહુલ ચોક્સી
ચોક્સી એન્ટીગુઆના તેના ઘરેથી 23મી મેના રોજ સાંજે અચાનક ગૂમ થઈ ગયો હતો. તેના ગૂમ થવાની ફરિયાદ પણ કરાઈ હતી. ત્યારબાદ અચાનક 26મી મેના રોજ તે ડોમિનિકામાં ઝડપાયો. ત્યારે ચર્ચાઓ થઈ રહી હતી કે તે ક્યૂબા ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ પકડાઈ ગયો. તેને ભારત મોકલવાની ચર્ચા પણ તેજ હતી. પરંતુ ડોમિનિકા સરકારે સ્પષ્ટ કર્યું કે તેને એન્ટીગુઆને જ સોંપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube