ડોમિનિકાઃ પીએનબી કૌભાંડ કેસના આરોપી મેહુલ ચોકસી (Mehul Choksi) ને ભારતે (India) પોતાનો નાગરિક ગણાવ્યો છે. ડોમિનિકા (Dominica) ની કોર્ટમાં દાખલ એફિડેવિટમાં ભારતે કહ્યું કે, ચોકસી ભૂલથી પોતાની ઈન્ડિયન સિટિઝનશિપ ત્યાગવાનો દાવો કરી કર્યો છે. તે દાવામાં કોઈ સત્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 જૂને કોર્ટમાં આપી એફિડેવિટ
ભારત તરફથી 8 જૂને ડોમિનિકાની કોર્ટમાં એફિડેવિટ આપ્યું છે. આ એફિડેવિટમાં ભારતે કહ્યું કે, મેહુલ ચોકસી (Mehul Choksi) હજુ પણ એક ભારતીય નાગરિક છે. ભારતે કહ્યું કે ચોકસીએ ઈન્ડિયન સિટિઝનશિપને ત્યાગવાની જાહેરાત કરી હતી પરંતુ ભારતીય ગૃહ મંત્રાલયે 29 જાન્યુઆરી 2019ના તેની જાહેરાતને નકારી દીધી હતી. 


Novavax ની Coronavirus Vaccine 90 ટકા અસરકારક, વિકાસશીલ દેશો માટે સારા સમાચાર  


નાગરિકતા ત્યાગવાનો દાવો ખોટો
ભારતે ડોમિનિકાની કોર્ટમાં જણાવ્યું કે 15 માર્ચ 2019ના, મેહુલ ચોકસીને આ વિશે માહિતી આપી દીધી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય નાગરિકતાને ત્યાગની તેની જાહેરાતને નકારી દેવામાં આવી હતી. તેથી કાયદા પ્રમાણે તે હજુ પણ ભારતનો નાગરિક છે અને ઈન્ડિયન સિટિઝનશિપ ત્યાગવાનો તેનો દાવો સંપૂર્ણ રીતે જૂઠો છે. 


ચોકસીને જામીન આપવામાં આવે નહીં
ભારતે મેહુલ ચોકસીને જામીન આપવાની માંગનો પણ વિરોધ કર્યો. ભારતે કહ્યું કે, આમ થવાથી તે ફરી ફરાર થઈ શકે છે. મહત્વનું છે કે મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેન્કના 13 હજાર 500 કરોડના કૌભાંડનો આરોપ છે. આ કૌભાંડ બાદ તે એન્ટીગુઆ ભાગી ગયો. તે આ વર્ષે 23 મેએ એન્ટીગુઆથી લાપતા થયો અને ત્રણ દિવસ બાદ તે ડોમિનિકાથી ઝડપાયો હતો. પોલીસે તેની ગેરકાયદેસર ઘુસવાના આરોપમાં ધરપકડ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube