રોસેઉઃ મધ્ય અમેરિકી દેશ એન્ટીગુઆથી અચાનક ગુમ થયેલા ભાગેડુ ભારતીય કારોબારી મેહુલ ચોકસી પાડોશી દેશ ડોમિનિકામાંથી ઝડપાયો છે. ત્યાંથી પરત તેને એન્ટીગુઆ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેને ડોમિનિકાના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ઝડપી લીધો છે. મેહુલ ચોકસી પીએનબી કૌભાંડમાં આરોપી છે, જેની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરેલી છે. એન્ટીગુઆથી ક્યૂબા ભાગવાના સમાચાર આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએનબી કૌભાંડમાં છે આરોપી
મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નિરવ મોદી પર કેટલાક બેન્ક અધિકારીઓની સાથે મળી પંજાબ નેશનલ બેન્કની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની એક જેલમાં બંધ છે. બન્ને વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરી રહી છે. 


એન્ટીગુઆનો નાગરિક છે મેહુલ ચોકસી
મેહુલ ચોકસીના વકીલનો દાવો છે કે તેનો અસિલ એન્ટીગુઆનો નાગરિક છે. તેવામાં તેને ત્યાંના લોકોને મળનાર બધા અધિકાર પ્રાપ્ત છે. એન્ટીગુઆ કેરેબિયન દેશ છે. મેહુલ ચોકસીને જે દેશમાંથી ઝડપવામાં આવ્યો તે એન્ટીગુઆના પડોશમાં સ્થિત છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે મેહુલ ડોમિનિકા કેમ ગયો?


નાગરિકતા રદ્દ કરવાની આપી હતી ચેતવણી
તો એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ હતુ કે જો મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયો છે તો તેની નાગરિકતા રદ્દ કરવામાં આવશે. પરંતુ પ્રધાનમંત્રીએ તે પણ કહ્યુ હતુ કે તેમની પાસે આજની તારીખમાં તે વાતની વિશ્વસનીય સૂચના નથી કે ચોકસી દેશ છોડીને ચાલ્યો ગયો છે અને તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે ચોકસી એન્ટીગુઆ તથા બારબુડામાં જ હતો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube