હેલસિંકી: લાંબા સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે હેલસિંકીમાં મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા પણ તેમની સાથે હતી. મુલાકાતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પુતિનને મળ્યા બાદ મેલાનિયાના મોઢાના હાવભાવ જોવા લાયક છે. જેને કારણે વીડિયો વાઈરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિનને મળ્યા બાદ મેલાનિયાના ચહેરાના હાવભાવ જોઈને એવું લાગે છે કે જાણે તે મુલાકાત બાદ રાહતનો શ્વાસ લઈ રહી હોય. વીડિયોના પહેલા ભાગમાં મેલાનિયા પુતિન સાથે હાથ મિલાવી રહી છે. ત્યારે તેના ચહેરા પર મુસ્કાન છે. બીજી જ પળે મેલાનિયાના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. 


અત્રે જણાવવાનું કે પોતાની પહેલી શિખર વાર્તામાં વિશ્વાની બે સૌથી મોટી પરમાણુ શક્તિ ગણાતા દેશો અમેરિકા અને રશિયાએ પોતાના સંબંધોમાં એક નવી શરૂઆતની પ્રતિબદ્ધતા જતાવી, જેમાં હાલમાં જ તણાવ જોવા મળી રહ્યો હતો. બંને નેતાઓએ હેલસિંકીમાં બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ વૈશ્વિક પડકારો પર સહયોગની ઈચ્છા વ્યક્ત કરી. ટ્રમ્પ અને પુતિને આ બેઠકમાં સીરિયા, યુક્રેન, અને ચીન સંલગ્ન મુદ્દાઓની સાથે જ વ્યાપાર ડ્યૂટી અને પોતાના પરમાણુ હથિયારો અંગે પણ વાત કરી.



ટ્રમ્પ સયુંક્ત પત્રકાર પરિષદમાં પુતિનની બાજુમાં ઊભા રહ્યાં હતાં. ટ્રમ્પે કહ્યું કે તેમણે ચૂંટણીમાં હસ્તક્ષેપ અંગે ખાસ્સી વાત કરી. ટ્રમ્પે જો કે આ અંગે વાતચીતની વિસ્તૃત જાણકારી આપી નથી કે હસ્તક્ષેપની કોઈ સ્પષ્ટરૂપે ટીકા પણ કરી નથી. ટ્રમ્પે એ વાત પર ભાર મૂક્યો કે પુતિને ચૂંટણીમાં રશિયા દ્વારા કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપના વાત 'મજબુતાઈ'થી ફગાવી અને કહ્યું કે વિશેષ અધિવક્તા રોબર્ટ મુલરની તપાસ અમેરિકા માટે 'ઘાતક' રહી છે.