નવી દિલ્હી: મેક્સિકોના એક શહેરે મોટો ફેરફાર કરતા સાર્વજનિક જગ્યાઓ પર સેક્સ માટે મંજૂરી આપી છે. ઈન્ડિપેન્ડન્ટના એક અહેવાલ મુજબ આ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે સાર્વજનિક જગ્યાઓ પર સેક્સ કરનારા લોકોને પોલીસ ત્યાં સુધી પરેશાન નહીં કરી શકે જ્યાં સુધી કોઈ તેની ફરિયાદ ન કરે. 15 લાખની વસ્તીવાળા શહેર  ગ્વાદલઝારામાં સાર્વજનિક જગ્યાઓ પર પોતાના પ્રેમનો એકરાર કરનારા લોકોને પોલીસ પરેશાન કરતી હતી અને તેમની પાસેથી વસૂલી કરતી હતી. કાયદામાં ફેરફાર બાદ પોલીસની વસૂલી પર રોક લાગવાની આશા સેવાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેરફારો મુજબ સાર્વજનિક સ્થળો, ખાલી જગ્યાઓ, વાહનની અંદર કે પછી કોઈ એવી જગ્યા કે જ્યાંથી બધુ જ દેખાઈ દે. ત્યાં સેક્સ કરવું એ જ્યાં સુધી કોઈ નાગરિક પોલીસને તેમાં હસ્તક્ષેપ કરવાનું ન કહે ત્યાં સુધી અપરાધ ગણાશે નહીં. 


આ ફેરફારને પ્રસ્તાવિત કરનારા નેતા ગ્વાડાલૂપ મોરફિન ઓતેરોએ જણાવ્યું કે 90 ટકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે સાર્વજનિક સ્થળો પર પ્રેમ જાહેર કરવાના કારણે પોલીસ તેમની પાસેથી નાણા વસૂલે છે. કહેવાય છે કે આ ફેરફાર બાદ પોલીસ વધુ ગંભીર અપરાધો સામે લડવા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. જો કે આ શહેર મેક્સિકોનું સૌથી રૂઢિવાદી શહેર ગણાય છે. આવામાં આ પગલાંનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે.