ત્લાહેલિલપન: મધ્ય મેક્સિકોમાં શુક્રવારે ઈધણની એક પાઇપલાઇનમાં ભીષણ આગ લાગવાથી લગભગ 21 લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બચાવ કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હિડાલ્ગોના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું કે ત્લાહેલિલપનમાં આ ઘટનામાં લગભગ 77 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનીય લોકો પાઇપલાઇનમાંથી લીક થવાની જગ્યાએ ઈધણ ચોરી કરવા ભેગા થયા ત્યારે ત્યાં આગ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાકિસ્તાનનાં બુરે દિન: ભેંસો વેચ્યા બાદ હવે ચીનને વેચ્યા 1 લાખ કિલો વાળ


રાષ્ટ્રપતિ એન્દ્રસ મેનુએલ લોપેઝે કર્યું ટ્વિટ
મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રસ મેનુએલ લોપેઝે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. ‘ત્લાહેલિલપનમાં પાઇપલાઇનમાં વિસ્ફોટ થયા બાદ ઉત્પન્ન થયેલી ગંભીર સ્થિતિથી હું ઘણો દુખી છું. હું સમગ્ર સરકારથી ત્યાંના લોકોને મદદ કરવાની અપિલ કરું છું.’ સ્થાનિક મીડિયા અનુસાર, મોટી સંખ્યામાં લોકો ડોલ્સ અને ડબ્બામાં ઈધણ ભેગુ કરવા ભાગી રહ્યાં હતા.


વધુમાં વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે મુલાકાત અંગે વ્હાઈટ હાઉસે કર્યો મોટો ખુલાસો


સ્થળ પર પહોંચ્યા બચાવ કર્મચારી
ફયાદે કહ્યું, ‘અમને જણાવા મળ્યું કે ત્યાંથી ઈધણ ચોરી કરવામાં આવતું હતું અને આગ લાગ્યા પછી અધિકારીઓને તેની જણકારી મળી હતી.’ ગવર્નરે જણાવ્યું કે બચાવ વિભાગના સંધીય તથા સરકારી કર્મચારી અને સરકારી ઈધણ કંપની ‘પ્રેમેક્સ’ની એમ્બ્યૂલન્સ પીડિતોની મદદ કરવા સ્થલ પર પહોંચી ગઇ છે.


વધુમાં વાંચો: ચીન: મહિલાઓ ચિક્કાર ટ્રાફિકમાં કરી રહી છે એવું કામ, VIDEO વાઈરલ થતા થયો વિવાદ


ત્રણ અબજ ડોલરનું થયું નુકસાન
આ ઘટના એવા સમયે થઇ જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેનુએલ લોપેઝ ઈધણ ચોરીને લઇને રાષ્ટ્રીય સ્તર પર તેમની યોજનાઓને અમલમાં લાવવાની યોજના બનાવી રહ્યાં છે. ‘પ્રેમેક્સ’ પાઇપલાઇનોથી ઈધણ ચોરીથી મેક્સીકોને 2017માં ત્રણ અબજ ડોલરનું નુકસાન થયું હતું.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...