Baba Vanga Predictions: દુનિયાભરમાં અનેક વિન્ડોઝ યૂઝર્સને કોમ્પ્યુટરના ઉપયોગ કરતી વખતે અચાનક બ્લ્યુ સ્ક્રીન જોવા મળી રહી છે. જેના કારણે તેમનું કોમ્પ્યુટર બંધ થઈને આપોઆપ રિસ્ટાર્ટ થઈ રહ્યું છે. માઈક્રોસોફ્ટનું કહેવું છે કે આ મુશ્કેલી હાલમાં જ થયેલા CrowdStrike નામની એન્ટીવાયરસ કંપનીના અપડેટના કારણે થઈ છે. આ સમસ્યા અંગે માઈક્રોસોફ્ટનું કહેવું છે કે તેમની સેવામાં પરેશાની સાંજે 6 વાગ્યા (ET)થી લગભગ શરૂ થઈ હતી. અમેરિકાના મધ્ય ક્ષેત્રમાં Azure સેવાનો ઉપયોગ કરનારા કેટલાક ગ્રાહકોને સમસ્યા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હાલ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ એક્સ પર એક હેશટેગ #CyberAttack પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. જો કે કંપનીએ સાઈબર એટેકના દાવાને નકારી નાખ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર એવું પણ ટ્રેન્ડ થવા લાગ્યું કે વર્ષો પહેલા બાબા વેંગાએ જે ભવિષ્યવાણી 2024 માટે કરી હતી તે સાચી પડતી જોવા મળી રહી છે. 


શું કરી હતી 2024 માટે બાબા વેંગાએ ભવિષ્યવાણીઓ?
બાબા વેંગા એક નેત્રહીન બલ્ગેરિયન રહસ્યવાદી હતા જેમણે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હોવાનું કહેવાય છે. જે લોકોમાં ચર્ચાનો વિષય બનેલી છે. 9/11 અને બ્રેક્ઝિટ જેવી ઘટનાઓની ભવિષ્યવાણી બાદ 2024 માટે તેમની ભવિષ્યવાણીઓ એટલી જ પરેશાની કરનારી છે. તેમણે ટેક્નિકલ આફત, ચિકિત્સા ક્ષેત્રમાં સફળતા, કુદરતી આફતોમાં વધારો જેવી બાબતો અંગે ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાં ટેક્નિકલ આફત સાચી પડતી જોવા મળી રહી છે. 


શું કહ્યું હતું બાબા વેંગાએ?
બાબા વેંગાએ 2024માં એક મોટી ટેક્નિકલ આફતની ભવિષ્યવાણી કરી હતી. જેમાં મહત્વપૂર્ણ સાઈબર હુમલા કે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સમાં નિષ્ફળતાઓ સામેલ હોઈ શકે છે. જેનાથી વ્યાપક અવરોધ સર્જાઈ શકે છે. બાબા વેંગાની 2024 માટે કરાયેલી ભવિષ્યવાણી લગભગ સાચી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)