નવી દિલ્હી: ઈમરાન  ખાન પોતાના દેશની સેના અને વિપક્ષનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે જેના કારણે ઈમરાન ખાનના તખ્તાપલટની તારીખ 'નક્કી' થઈ ગઈ છે. એક લાઈનમાં કહીએ તો ઈમરાન ખાનની વિદાય થવાની છે. કાં તો એમ કહીએ કે પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈનિક શાસનની તૈયારી થઈ ગઈ છે. કારણ કે પાકિસ્તાનના મોટા બિઝનેસ સાથે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બેઠક થતી નથી. બેઠક રાવલપિંડીમાં થાય છે જ્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું હેડક્વાર્ટર છે. આમ પણ પાકિસ્તાનની જેમ ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન પણ નિષ્ફળ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'લાચાર' ઈમરાન ખાને PoKના લોકોને કહ્યું,- 'જો LoC પાર કરી તો ભારત...'


સરકાર વિરુદ્ધના ગુસ્સાનો ફાયદો ઉઠાવશે બાજવાની સેના?
પાકિસ્તાનમાં સેના રેડિયો સ્ટેશન, ટીવી સ્ટેશન, દૂરસંચાર ભવન, સંસદ દરેક જગ્યાએ કબ્જો જમાવી શકે છે અને પાકિસ્તાન એકવાર ફરીથી સેનાની પકડમાં આવી શકે છે. પાકિસ્તાનમાં એકવાર ફરીથી ચૂંટાયેલી સરકારનો ભોગ સેના લેવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઆઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત રાવલપિંડીના આર્મી હાઉસમાં કરાઈ હતી. મુલાકાત બાદ પાકિસ્તાનના મોટા મોટા બિઝનેસ લીડર્સે સેના પ્રમુખ સાથે ડિનર પણ કર્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ બિઝનેસ લીડર્સે કહ્યું કે ઈમરાન સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે કોઈ મોટા પગલાં ઉઠાવતી નથી. 


પાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઓએ ઈમરાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની સમસ્યાઓ દૂર કરવા માટે ઈમરાન  ખાને હજુ કોઈ પગલાં ભર્યા નથી. આથી આ બધા બિઝનેસ લીડર્સે હવે આર્મી ચીફ સાથે મુલાકાત કરી છે. 


ઈમરાન ખાન માટે કેમ છે ખતરાની ઘંટી?
પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું નહીં પરંતુ કમર બાજવાનું વધુ ચાલે છે? શું ઈમરાન ખાનના શબ્દો છેલ્લા નથી ગણાતા? શું આર્મી ચીફ જ પાકિસ્તાનમાં સત્તાનું સૌથી મોટું કેન્દ્ર છે? અફસોસ એ છે કે આ તમામ સવાલોનો જવાબ હા છે. પાકિસ્તાનમાં પહેલા પણ ઘણા તખ્તાપલટ જોવા મળ્યાં છે અને એકવાર ફરીથી પાકિસ્તાનના એક જનરલ એક ચૂંટાયેલી સરકારને ઉઘાડી મૂકે તો કઈ નવાઈ નથી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...