નવી દિલ્હી: રક્ષા મામલાની વેબસાઈટ મિલેટ્રી ડાઈરેક્ટે રવિવારે એક સ્ટડી બહાર પાડ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારતીય સેના ચોથા નંબરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા દેશની સેનાનો કયો નંબર
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આર્મી પર ભારે ભરખમ ખર્ચો કરનારો દેશ અમેરિકા 74 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. ત્યારબાદ 69 પોઈન્ટ્સ સાથે રશિયા ત્રીજા નંબરે છે અને 61 પોઈન્ટ્સ સાથે ભારત ચોથા નંબરે છે. ત્યારબાદ 58 પોઈન્ટ્સ સાથે ફ્રાન્સ પાંચમા નંબરે અને યુનાઈટેડ કિંગડમ 43 પોઈન્ટ્સ સાથે નવમા નંબરે છે. 


આ આધારે માપવામાં આવે છે સેનાની તાકાત
અત્રે જણાવવાનું કે મિલેટ્રી ડાઈરેક્ટના સ્ટડીમાં બજેટ, એક્ટિવ અને ઈનએક્ટિવ સૈનિકોની સંખ્યા, હવા, સમુદ્રી, જમીની અને પરમાણુ સંસાધન, સરેરાશ પગાર અને હથિયારોની સંખ્યા સહિત વિભિન્ન તથ્યો પર વિચાર કર્યા બાદ સેનાની તાકાત સૂચકઆંક(Ultimate Military Strength Index) તૈયાર કરાયો છે. 


મિલેટ્રી ડાઈરેક્ટના સ્ટડીમાં કહેવાયું છે કે ચીનની પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. તેને સેનાના તાકાત સૂચકઆંક (Ultimate Military Strength Index) માં 100માંથી 82 પોઈન્ટ્સ મળ્યા છે. 


યુદ્ધમાં કયા દેશની થશે જીત
સ્ટડી મુજબ બજેટ, સૈનિકો, એરફોર્સ અને નેવીની ક્ષમતા જેવી ચીજો પર આધારિત આ પોઈન્ટ્સથી ખબર પડે છે કે કોઈ કાલ્પનિક યુદ્ધમાં વિજેતા તરીકે ચીન ટોચ પર રહેશે. 


રક્ષા મામલાની વેબસાઈટ મિલેટ્રી ડાઈરેક્ટે કહ્યું કે અમેરિકા દુનિયામાં સેના પર સૌથી વધુ 732 અબજ ડોલર ખર્ચ કરે છે.  ત્યારબાદ ચીન બીજા નંબરે છે અને તે 261 અબજ ડોલર ખર્ચ કરે છે. જ્યારે ભારત પોતાની સેના પર 71 અબજ ડોલર ખર્ચ કરે છે. 


સ્ટડીમાં એમ પણ કહેવાયું છે કે જો કોઈ યુદ્ધ થયું તો સમુદ્રી લડાઈમાં ચીન જીતશે, હવામાં યુદ્ધ ખેલાયું તો અમેરિકા અને ગ્રાઉન્ડ સ્તરે રશિયા જીતશે. 


તાઇવાનના 67 ટકા લોકોએ ચીનની Vaccine લેવાની પાડી ના, જણાવ્યું આ કારણ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube