પત્ની બિકની પહેરીને ફરી શકે એ માટે અબજપતિ શેખે 418 કરોડમાં ખરીદી લીધો આખો આઈલેન્ડ, આપી સ્પેશ્યલ ગિફ્ટ
26 વર્ષની સૌદી અલએ ઈન્સ્ટાગ્રામ પર પ્રાઈવેટ ટાપુનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે `POV: તમે બિકિની પહેરવા માંગતા હતા એટલે તમારા કરોડપતિ પતિએ તમારા માટે એક ટાપુ ખરીદી લીધો.
Dubai Millionaire Buy Private Island For Wife: એક દુબઈની મહિલાનો દાવો છે કે તેના અબજપતિ હસબન્ડે તેના માટે એક પ્રાઈવેટ ટાપુ ખરીદી લીધો છે જેથી કરીને તે બીચ પર સુરક્ષિત મહેસૂસ કરી શકે. 26 વર્ષની સૌદી અલએ ઈન્સ્ટાગ્રામ પર પ્રાઈવેટ ટાપુનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે "POV: તમે બિકિની પહેરવા માંગતા હતા એટલે તમારા કરોડપતિ પતિએ તમારા માટે એક ટાપુ ખરીદી લીધો."
બેગમ માટે ખરીદી લીધો આખો ટાપુ
26 વર્ષની સૌદી અલગ નદાક દુબઈના બિઝનેસમેન જમાલ અલ નદાકની બ્રિટિશ મૂળની પત્ની છે. એચટી સાથે વાતચીતમાં તેણે પોતાને ફૂલ ટાઈમ હાઉસવાઈફ ગણાવી. આ હાઈ પ્રોફાઈલ કપલ દુબઈમાં અભ્યાસ દરમિયાન મળ્યું હતું અને હવે લગ્ન કર્યે ત્રણ વર્ષથી વધુ સમય થયો છે. અમીર હાઉસવાઈફ હોવા ઉપરાંત સૌદી એક ઈન્ફ્લુઅન્સર તરીકે પણ ઓળખાય છે. તેના ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટથી તેની શાનદાર લાઈફસ્ટાઈલ જોવા મળે છે. એક વીડિયોમાં કપલ $1 મિલિયનનો ડાયમંડ સોલેરિયર રિંગ ખરીદે છે અને એક દિવસના કામમાં $2 મિલિયનનું ઈન્વેસ્ટ કરે છે.
પ્રાઈવેટ ટાપુવાળી જિંદગી!
સૌદી અલ નદાકનો આ વીડિયો કે તેના પતિએ આખો ટાપુ ખરીદી લીધો એ ઈન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોને એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 24 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. દુબઈની ઈન્ફ્લુએન્સરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે અને તેના પતિ રોકાણ માટે એક ટાપુ ખરીદવાનું પ્લાન કરતા હતા. તેમણે કહ્યું કે આ એક એવું કામ હતું જેને અમે રોકાણની રીતે ઘણા સમયથી કરવા માંગતા હતા અને મારા પતિ ઈચ્છે છે કે હું બીચ પર સુરક્ષિત મહેસૂસ કરું. આથી તેમણે એક ટાપુ ખરીદી લીધો.
સુરક્ષા અને પ્રાઈવસીના કારણે સૌદીએ ટાપુનો યોગ્ય લોકેશન જણાવવાની ના પાડી દીધી પરંતુ તેણે કહ્યું કે તેના પતિ જમાલે આ પ્રાઈવેટ ટાપુ માટે $50 મિલિયન (લગભગ 418 કરોડ રૂપિયા)ની તગડી રકમ ખર્ચી. તેણે કહ્યું કે, પ્રાઈવસીના કારણે અમે સાચુ લોકેશન શેર કરતા નથી, પરંતુ તે એશિયામાં છે અને તેની કિંમત $50 મિલિયન હતી.
બ્રિટનમાં જન્મેલી આ ઈન્ફ્લુએન્સર પહેલા પણ સોશિયલ મીડિયા પર બનાવટી હોવાને લઈને ટીકાનો ભોગ બનેલી છે. તેની ફીડ વિદેશી વેકેશન, ફેન્સી ડિનર, ડિઝાઈનર બુટિકથી શોપિંગ અને તેની શાનદાર લાઈફસ્ટાઈલની ઝલકથી ભરેલું છે. તેના પ્રાઈવેટ આઈલેન્ડના વીડિયોને લઈને પણ તેણે ટીકાનો સામનો કરવો પડ્યો. કેટલાક દર્શકોએ તેના દાવા પર શંકા વ્યક્ત કરી, સૌદીએ કહ્યું કે, મને ખબર નથી પડતી કે મારા પર આટલી નફરત કેમ વરસાવવામાં આવે છે. હું તો ફક્ત મારી લાઈફસ્ટાઈલ બધા સાથે શેર કરવાનું પસંદ કરું છું.