થાઇલેન્ડના ઉદ્યોગપતિને પરણાવવી છે પુત્રી, આ સામાન્ય શરત કરવી પડશે પુર્ણ
વાત તો એવી તમે જરૂર સાંભળી હશે કે જેના ઘરે પુત્રી હોય તેને તેનાં લગ્નનું ટેન્શન રહેતું હોય છે
અમદાવાદ : વાત તો એવી તમે જરૂર સાંભળી હશે કે જેના ઘરે પુત્રી હોય તેને તેનાં લગ્નનું ટેન્શન રહેતું હોય છે. બાળપણથી જ તેના લગ્નની તૈયારીઓ કરવા લાગતા હોય છે. આ ચિંતામાં એક પિતાએ પોતાના લગ્નન માટે અનોખી જાહેરાત કરી છે, જેને સાંભળીને લગ્નના માંગાઓનુ પુર આવી ગયું છે. સાથે જ શર્તો પણ એવી કે કોઇ યુવક સંપુર્ણ પુરી કરી દેશે.
કિસ્સો થાઇલેન્ડનો છે. અહીં એક લખપતિ પિતાને પોતાની પુત્રીના લગ્નની એટલી ચિંતા છે કે તેમણે જાહેરાત કરી દીધી જે તેમની પુત્રી સાથે લગ્ન કરશે તો 2 કરોડ રૂપિયા આપશે. રિપોર્ટ અનુસાર આરનોન રોંગથોંગ નામનાં એક લખપતિ વ્યક્તિ પોતાની પુત્રીને લગ્નન મુદ્દે એટાલ પરેશાન છે કે તેણે જાહેરાત કરી જે પણ તેની પુત્રી કાર્નસિતા સાથે લગ્ન કરશે, તેને 10 મિલિયન થાઇ બહટ (આશરે 2 કરોડ ભારતીય રૂપિયા) આપશે.
શરત માત્રે એટલી જ છે કે યુવક મહેનતી હોવો જોઇએ જે પૈસા કમાવાની ઇચ્છા ધરાવતો હોય અને આળસુ જરા પણ ન હોય. સાથે જ તેમ પણ કહ્યું કે, યુવકને પોતાની ડિગ્રી લાવવાની જરૂરી નથી, તેને બસ લખતા અને વાંચતા પણ આવડવું જોઇએ.
રોડથોન્ગની પાસે ડુરિયનની ખેતી છે, જે સૌથી મોંઘા અને બદબુદાર ફળોમાંથી એક છે. આ કામમાં તેમની પુત્રી પણ તેમની મદદ કરે છે. રોડથોન્ગને પોતાની પુત્રી માટે એક એક એવો યુવક જોઇએ જે તેમનું કામ સંભાળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડમાં યુવકોએ દહેજ આપવાનું હોય છે, ત્યારે તેના લગ્ન કરાવવામાં આવે છે. જો કે રોડથોન્ગ અહીં પોતે દહેજ આપવા માટે તૈયાર થઇ ગયા છે. આ રકમ પણ સામાન્ય નહી 2 કરોડ રૂપિયા. જો કે શરત ખુબ જ સરળ છે. મહેનતી વ્યક્તિ હસે તો તેની કિસ્મત ખુલી જશે.