Saudi Arabia: ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો હજ અને ઉમરાહ કરવા માટે સઉદી અરબ પહોંચે છે. તેમના માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સઉદી અરબ સરકાર ટૂંક સમયમાં એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. સઉદી અરબ સરકારના આ નિર્ણયથી માત્ર હજ નહીં પરંતુ ઉમરાહ પર આવનારા લોકોને પણ મોટો ફાયદો થશે. સઉદી અરબ સરકાર આ ઓનલાઈન સુવિધા દ્વારા ભારત સહિત બીજા દેશોમાંથી આવનારા લોકો આરામથી હજ માટે એપ્લાય કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજ 2023 માટે રજિસ્ટ્રેશન શરૂ:
ગુરુવારે સઉદી અરબ સરકારે જાહેરાત કરી હતી કે 2023 માટે હજની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે સઉદી અરબના નાગરિક અને ત્યાં રહેતા મુસ્લિમ પ્રવાસી જ હજ માટે એપ્લાય કરી શકે છે. સઉદી અરબ સરકાર તરફથી આ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. સઉદી અરબ સરકાર તરફથી બીજા દેશો માટે રજિસ્ટ્રેશન હજુ શરૂ કર્યુ નથી. સઉદીમાં રહેનારા લોકો Localhaj.haj.gov.sa દ્વારા એપ્લાય કરી શકે છે. જે લોકો સઉદી અરબમાં રહે છે. તેમની હજ માટે પસંદગી ઓનલાઈન લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. એપ્લાય કરનારા લોકોમાં જેનું નામ લોટરીમાં નીકળે છે. તેમને જ હજ કરવાની અનુમતિ મળે છે. જોકે ઉમરાહ માટે આવી કોઈ સિસ્ટમ નથી.


એક એવો દેશ જે ચાલી રહ્યો છે દુનિયાથી 8 વર્ષ પાછળ, વિશ્વાસ ના હોય તો કરો ક્લિક


શ્રીલંકા જેવી પાકિસ્તાનની સ્થિતિ સર્જાઈ, એક વર્ષમાં જુઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હાલ


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube