Miss Sri Lanka સ્પર્ધાની આફટર પાર્ટીમાં સ્પર્ધકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, વાયરલ થયો વીડિયો
મિસ શ્રીલંકા સ્પર્ધાના એવા વીડિયો સામે આવ્યાં છે જો જોનારા પણ અચરજ પામી ગયા. તમે પણ ક્યારેય આવી સ્પર્ધા નહીં જોઈ હોય. આયોજકો પણ રહી ગયા હેરાન. આ પહેલી વાર નથી કે જ્યારે શ્રીલંકાની કોઈ બ્યૂટી સ્પર્ધામાં વિવાદમાં આવી હોય. આ પહેલાં 2021માં મિસિસ શ્રીલંકા બ્યૂટી સ્પર્ધામાં એક સ્પર્ધકે મિસિસ શ્રીલંકા બનેલી વિનરના માથેથી તાજ ઉતાર્યો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે મહિલા સ્પર્ધકે આક્ષેપ કર્યો હતો કે મિસિસ શ્રીલંકાની વિનર ડિવોર્સી હતી અને તે તેને ડિસ્ક્વૉલિફાઇ કરવા માગતી હતી, પરંતુ તેને વિનર જાહેર કરવામાં આવી હતી.
ન્યૂયોર્કઃ ફરી એકવાર શ્રીલંકા આવ્યું ચર્ચામાં. હાલમાં યોજાયેલી એક પ્રતિયોગિતા બાદ જે થયું એ જોઈને દુનિયા ચોંકી ગઈ. એના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ન્યૂયોર્કમાં પહેલીવાર ન્યૂયોર્કમાં પહેલી જ વાર મિસ શ્રીલંકા બ્યૂટી પેજન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે આ સ્પર્ધાનો એક વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે ફેશન અને ગ્લેમર ફિલ્ડ સાથે જોડાયેલી અનેક સ્પર્ધા જોઈ હશે પણ આ સ્પર્ધાનો વીડિયો જોઈને તમે પણ અચંભિત થઈ જશો. સ્પર્ધકો અચાનક હિંસક બની ગયા અને થઈ છુટ્ટા હાથની મારામારી. ત્યાં હાજર લોકો અને મીડિયાએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી. અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાગુવેગે વાયરલ થઈ રહ્યાં છે.
આ વીડિયોમાં મિસ શ્રીલંકાની સ્પર્ધકોનું હિંસક સ્વરૂપ જોવા મળ્યું છે. આફ્ટર પાર્ટીમાં મિસ શ્રીલંકાની સ્પર્ધકોએ મારામારી કરી હતી અને હોટલને નુકસાન પહોંચાડ્યું હતું. વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે મિસ શ્રીલંકા સ્પર્ધાની ઘણી જ આલોચના કરી હતી. કેટલાંકે વિનર્સ પાસેથી તાજ પરત લેવાની માગણી કરી છે. ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડમાં મિસ શ્રીલંકા સ્પર્ધાનું આયોજન થયું હતું. 14 સ્પર્ધકો તથા 300 ગેસ્ટ સામેલ થયા હતા. વિનરની જાહેરાત બાદ આફ્ટર પાર્ટી યોજવામાં આવી હતી. અહીંયા સ્પર્ધકો વચ્ચે ઝઘડો થયો હતો. જોત-જોતામાં તમામ સ્પર્ધકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. મહિલાઓની સાથે પુરુષોએ પણ માર માર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube