નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેની અસર બ્યૂટી કોન્ટેસ્ટ મિસ વર્લ્ડ 2021 પ્રતિયોગિતાની ફિનાલે ઉપર પણ પડ્યો છે અને 23 કોન્ટેસ્ટેંટના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તો ગ્રાન્ડ ફિનાલે મુલતવી રાખવામાં આવી છે. ભારતના મનસા વારાણસી સહિત કુલ 23 સહભાગીઓ કોરોના સંક્રમિતોમાં સામેલ છે.


મિસ વર્લ્ડ ફિનાલેનું આયોજન ટળ્યું
મિસ વર્લ્ડ 2021ની ફિનાલેનું આયોજન પ્યૂર્ટો રિકોના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિજિયમમાં થનાર હતું, પરંતુ ઈવેન્ટના થોડાક જ કલાક પહેલા જ તેની જાહેરાત કરવામાં આવીછે. કોરોનાના કારણે હવે આ ફિનાલે બાદમાં આયોજિત કરવામાં આવશે. મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના આયોજકો તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં સ્ટાફથી લઈને પ્રતિભાગીઓની સુરક્ષાનો હવાલો આપીને ફિનાલે ટાળવાનો નિર્ણય કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube