રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં શુક્રવારે આવેલી પહોંચેલા શિપ પર મધદરિયે મિસાઈલથી હુમલો થવાની ચોંકાવનારી ઘટના બની છે. મુન્દ્રા બંદર પર ટાન્ઝાનિયા પાસે હુમલો થયેલી શિપ આવી પહોંચતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એમએસસી લોરી નામની શિપ હાલ મુન્દ્રા બંદરે લાંગરવામાં આવ્યું છે. જેની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આ શિપ ભારતીય માલિકીનું નથી. આ શિપ ઈઝરાયેલની એક્સ-ટી મેનેજમેન્ટ કંપનીનું છે. આ શિપનું નામ લોરી છે. કાર્ગો ભરીને આ શિપ ટાન્ઝાનિયાથી મુન્દ્રા તરફ આવી રહ્યું છે. જોકે, ઈઝરાયેલની શિપ પર અરબી સમુદ્રમાં મધદરિયે મિસાઈલ એટેક થયો હતો. ગુરુવારની મધરાતે અને શુક્રવારની વહેલી સવારે આ હુમલો થયો હતો. મધદરિયે બે નાની મિસાઈલથી શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શિપના એન્જિનના ભાગમાં ભારે નુકસાન થયું હતું. જોકે, હુમલામાં નુકસાની બાદ પણ શિપ મુન્દ્રા પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. 


આ પણ વાંચો : જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભેખડે ભેરવાયા 


શિપ અંતે શુક્રવારે મોડેકથી મુન્દ્રા આવી પહોંચ્યું હતું. આ મિસાઈલ હુમલાથી એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. આવતી કાલે એજન્સીઓ આ મિસાઈલ અંગે તપાસ કરશે. હુમલો કોણે અને કેમ કરાયો તે અંગેનું કારણ શોધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં જળમાર્ગમાં હુમલાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગત મહિને ઇઝરાયેલી કાર્ગો શિપ પર પણ મધદરિયે ગલ્ફ ઓફ ઓમાનમાં હુમલો થયો હતો,જેથી એજન્સીઓએ મુદ્દે પણ કડીઓ જોડી રહી છે.


આ પણ વાંચો : સુખી છે ગુજરાતના આ 112 ગામડા, હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી