યરૂશલમ: ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારના નેતૃત્વવાળા એક પ્રતિનિધિમંડળથી ભારતની સાથે સંરક્ષણ કરારના ગુપ્ત દસ્તાવેજ ગુમ થઇ ગયા હતા. પરંતુ તેમના નિસબનું પૈડું એવું ફર્યું કે, એક રેસ્ટોરન્ટ કર્મચારીની હોશિયારીના કારણે દસ્તાવેજ તેમને ફરી પરત મળી ગયા છે. બુધવારે એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી મળી હતી. સલાહકાર મેર બેન શબ્બાત, આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રી સુરક્ષા પરિષદના કેટલાક સભ્યોની સાથે ભારત આવ્યા હતા અને ત્યાં તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથે મુલાકાત થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 10 વર્ષના વિલંબ બાદ અમેરિકા થયું તૈયાર, ભારતને મળશે 24 હંટર હેલિકોપ્ટર


સ્થાનિક દૈનિક હર્ટ્ઝના અનુસાર શબ્બાતે આ બેઠકમાં બે દેશોના વચ્ચે વિવિધ હથિયારની ડીલને લઇ ચર્ચા કરી હતી. ઇઝરાયેલ તેમની લશ્કરી સાહસ દ્વારા વિકસિત ઘણા અદ્યતન સાધનો ભારતના વેચવા ઇચ્છે છે. તેમાં રેકોનિસન્સ એરક્રાફ્ટ, માનવરહિત વિમાન, ટેન્ક-વિરોધી મિસાઇલ, તોપ અને રડાર સિસ્ટમ્સ સામેલ છે.


વધુમાં વાંચો: આતંકવાદીઓ નહીં પરંતુ હવે પાકિસ્તાનને જ નાખવામાં આવશે બ્લેકલીસ્ટમાં, જાણો કારણ


શબ્બાતના સહયોગીએ આ યાત્રાથી પહેલા ભારતની સાથે સંભવિત સંરક્ષણ ડીલથી સંબંધિત કેટલાક દસ્તાવેજોની પ્રિંટ લીધી હતી. આ દસ્તાવેજ ગુપ્ત શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિમંડળ વિમાનમાં ચડતા પહેલા એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને તે દસ્તાવેજો ત્યાં છૂટી ગયા હતા. પ્રતિનિધિમંડળના ત્યાંથી ગયા બાદ એક રેસ્ટોરન્ટ કર્મચારીને તે દસ્તાવેજ મળ્યા હતા અને તેણે એક મિત્રને ફોન કર્યો જેની માતા ભારતમાં ઇઝરાયેલ દૂતાવાસમાં કામ કરતી હતી.


વધુમાં વાંચો: બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વીકાર્યું


રેસ્ટોરન્ટ કર્મચારીનો મિત્ર વિમાન દ્વાર ભારત પહોંચ્ય અને તેમની માતાને તે દસ્તાવેજ સોંપ્યા હતા. પછી તેમણે દૂતાવાસના સૂરક્ષા અધિકારીને સોંપ્યા હતા. પરિષદની તપાસમાં જાણવા મળ્યું કે, દસ્તાવેજ ખોવાઇ જવાથી ઇઝરાયેલની સુરક્ષાને કોઇ નુકસાન પહોંચ્યુ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શબ્બાતના સહયોગીને દસ્તાવેજ ખોવાનો દોષી ઠહેરાવવામાં આવ્યો અને તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ LIVE TV


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...