મિયામી: ફેશન મોડલ મારા માર્ટિનની સ્વિમસૂટમાં રેમ્પવોક કરતા કરતા તેની 5 મહિનાની પુત્રીને બ્રેસ્ટફિડિંગ કરાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ બનાવ સ્પોર્ટ્સ ઈલ્યુસ્ટ્રેટેડ સ્વિમસ્યૂટ ફેશન શો વખતે બન્યો હતો. મેગેઝીન સ્પોર્ટ્સ ઈલ્યુસ્ટ્રેટેડ કે જે પોતાના વાર્ષિક સ્વિમસ્યૂટ ઈશ્યુ માટે જાણીતી છે તેણે સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો છે. દર્શકો તો મારા માર્ટિન જ્યારે રેમ્પ પર ઉતરી ત્યારે તેને જોઈને એકદમ સ્તબ્ધ જ થઈ ગયા હતાં. તેણે તેની 5 મહિનાની પુત્રીને ગોદમાં લઈને બ્રેસ્ટફીડ કરાવતા કરાવતા રેમ્પ વોક કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારા માર્ટિન બ્રેસ્ટફીડ કરાવતા કરાવતા રેમ્પવોક પર ખુબ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે મારા માર્ટિન રેમ્પવોક કરી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો તાળીઓ પાડી રહ્યાં હતાં. મારા માર્ટિન મિશિગનની રહેનારી છે. માર્ટિન તે 16 ફાઈનાલિસ્ટોમાં સામેલ છે જેમને મિયામી સ્વિમવીક માટે સ્પોર્ટ્સ ઈલ્યુસ્ટ્રેટેડ સ્વિમસૂટ મેગેઝીન માટે પસંદ કરવામાં આવ્યાં છે. 



મારા માર્ટિને આ બદલ સ્પોર્ટ્સ ઈલ્યુસ્ટ્રેટેડ સ્વિમસૂટ મેગેઝીનનો આભાર પણ માન્યો છે. જો કે મારાનો આ બ્રેસ્ટફીડ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયો શેર થયા બાદ લોકો ખાસ્સી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એટલું જ નહીં મોડલે  પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે મને વિશ્વાસ નથી આવતો કે હું આજે પુત્રી સાથે એવી વસ્તુ માટે હેડલાઈન બની ગઈ છું જે હું રોજ કરું છું. બ્રેસ્ટફીડિંગને હું સામાન્ય બનાવવા માંગુ છું.