આ જાણીતી મોડલ એક વર્ષમાં ફક્ત 37 વાર જ ન્હાઈ, તેની પાછળનું કારણ જાણી ચોંકશો
Model Showered Only 37 Times: દુનિયાભરના અનેક ભાગોમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે. ભારત જેવા દેશમાં પણ પારો એટલો ગગડી ગયો છે કે લોકો ન્હાવાને લઈને સોશિયલ મીડિયા પર મજા લઈ રહ્યા છે. કેટલાક લોકો એવા છે જે ન્હાવાના લઈને એક બીજાને ટ્રોલ કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાની એક મોડલ હાલ ચર્ચામાં છે અને તેણે પોતાના નિવેદનથી હંગામો મચાવી દીધો. મોડલે કહ્યું કે તે આખા વર્ષમાં ફક્ત 37 વાર ન્હાઈ છે.

અમેરિકાની આ મોડલનું નામ એલા છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ આ ફેમસ મોડલે કહ્યું કે વર્ષ 2022માં તે માત્ર 33 વાર ન્હાઈ હતી. જો કે તેનું કારણ પણ તેણે જણાવ્યું. મોડલે કહ્યું કે તેણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેનું કહેવું હતું કે તેણે પોતાનું હાઈજીન સાચવી રાખ્યું હતું અને તેણે સ્વચ્છતા અને સફાઈ પર ખુબ ધ્યાન આપ્યું હતું.
રિપોર્ટ મુજબ એલાએ કહ્યું કે તેના ઓછા ન્હાવા પાછળ અનેક કારણ છે. તેણે કહ્યું કે તે પોતાની નેચરલ સ્કીનને ડિસ્ટર્બ કરવા માંગતી નથી. ચોંકાવનારી વાત એ પણ છે કે તેનું કહેવું છે કે જો હું વધુ ન્હાઉ તો મારી અંદરથી વધુ વાસ આવે છે. જ્યારે તે ઓછું ન્હાય ત્યારે તેની સ્કીન સારી રહે છે અને ગ્લો કરતી રહે છે.
જોશજોશમાં મોડલે એવી ફ્રેન્ચ Kiss કરી કે જીભ કપાઈ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આખી કહાની
આ છે દુનિયાની સૌથી મોંઘી 5 સ્કૂલ, જ્યાં ભણવું સપના જેવું લાગે
POK ના લોકો ભારત સાથે ભળવા માટે આતુર!, રસ્તાઓ પર ઉતરી કરી રહ્યા છે પ્રદર્શન
એલાનું કહેવું છે કે આ બધા વચ્ચે પણ તે તેના શરીરનો ખુબ ખ્યાલ રાખે છે અને તે અન્ય રીતે પોતાના શરીરને ક્લિન્ઝિંગ રોજ કરતી રહે છે. આવો વિચાર તેને ક્યારે આવ્યો તે પણ તેણે જણાવ્યું. તેણે આ અંગે જણાવતા કહ્યું કે એક મેડિકલ કેમ્પમાં તે ગઈ હતી અને ખબર પડી કે સતત ન્હાવાથી શું નુકસાન થાય છે. ત્યારબાદ તેણે આ નિર્ણય લીધો.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube