ન્યુ યોર્ક: કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે, તો વિશ્વભરમાં કરોડો લોકો સંક્રમિત છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉન થવાને કારણે ઘણા લોકો બેઘર અને બેરોજગાર થયા છે તો કેટલાક લોકોએ તેમના પરિવારજનોને ગુમાવી દીધા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં એક કુટુંબમાં કોવિડને લીધે દુ:ખનો પહાળ તુટી પડ્યો, જ્યારે નવજાતને જન્મ આપ્યાના થોડા દિવસ બાદ માતાનું મૃત્યુ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ડરથી કંપી રહ્યું છે પાકિસ્તાન, વિદેશ મંત્રીએ કહ્યું- ભારત ફરીથી કરી શકે છે Surgical Strike


જન્મ આપ્યાના 5 દિવસ બાદ સંક્રમિત થઈ નવજાતની માતા
અમેરિકાની રહેવાસી વેનેસા કર્ડેનાસ ગોન્ઝાલેઝના પરિવારમાં તાજેતરમાં જ એક નવજાતની કિલકારીઓ ગૂંજવા લાગી હતી. વેનેસાએ 9 નવેમ્બરના રોજ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. આખા પરિવારમાં આ યુવતીને લઈને ખુશીનું વાતાવરણ હતું. નવજાતના જન્મના 5 દિવસ બાદ તેની માતા વેનેસા કોવિડ પોઝિટિવ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિલિવરી દરમિયાન તે વાયરસની ચપેટમાં આવી હતી. વેનેસા નવજાતની સાથે તેના બે પુત્રોને છોડી ગઈ છે. મૃત્યુ પહેલાં, વેનેસાએ વીડિયો કોલ પર તેની નાની પુત્રીનો ચહેરો જોયો.


આ પણ વાંચો:- USA: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ Joe Bidenએ કર્યો પુત્રનો બચાવ, લાગ્યા હતા આ આરોપ


ખુલ્લી આંખોથી જોઈ શક્યો નહીં પુત્રીનો ચહેરો
nbclosangeles.comના અહેવાલમાં જણાવ્યા મુજબ, કોવિડ -19થી સંક્રમિત થયા બાદ ડોકટરોએ વેનેસાને તેની પુત્રીથી અલગ કરી દીધી હતી, જેથી તે નવજાત સંક્રમિતનો શિકાર ન બને. માતાના અવસાન પછી તેનો પતિ આલ્ફોન્સો બાળકીની સંભાળ લઈ રહ્યો છે. વેનેસાને આશા હતી કે તે ટૂંક સમયમાં કોવિડ-19 ની લડાઇ જીતી લેશે અને પુત્રીને ભેટી શકશે. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube