કોરોના બાદ વિશ્વમાં સામે આવી વધુ એક મહામારી, WHOએએ આપી ચેતવણી
મંકીપોક્ષમીટર નામની એક વેબસાઈટ છે જે વિશ્વમાં મંકીપોક્ષના કેસને ટ્રેક કરે છે. વર્લ્ડ હેલ્થ નેટવર્કના જણાવ્યા અનુસાર વિશ્વમાં મંકીપોક્ષના 3417 કેસ છે અને તે કુલ 58 દેશોમાં પ્રસર્યો છે.
વોશિંગટનઃ વિશ્વમાં મંકીપોક્ષનો ચેપ સતત પ્રસરી રહ્યો છે. વિશ્વના કુલ 42 દેશોમાં 3417 લોકો મંકીપોક્ષની ચપેટમાં આવી ગયા છે. જેથી કરીને વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્ષને મહામારી જાહેર કરી છે. મહામારીની આ જાહેરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં કરવામાં આવી હતી.
મંકીપોક્ષમીટર નામની એક વેબસાઈટ છે જે વિશ્વમાં મંકીપોક્ષના કેસને ટ્રેક કરે છે. વર્લ્ડ હેલ્થ નેટવર્કના જણાવ્યા અનુસાર વિશ્વમાં મંકીપોક્ષના 3417 કેસ છે અને તે કુલ 58 દેશોમાં પ્રસર્યો છે એટલુ જ નહીં પણ ઝડપથી અન્ય દેશોમાં પણ વધી પ્રસરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ નેટવર્કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓર્ગેનાઈઝેશનને વિનંતી કરી છે કે મંકીપોક્ષને જલ્દીથી રોકવામાં આવે.
તેઓને ખાસ જણાવવામાં આવ્યું છે કે હાલ મંકીપોક્ષના કારણે શીતળાની સરખામણીમાં મૃત્યની ઘટના ઓછી છે. પરંતુ જો મંકીપોક્ષને રોકવામાં નહીં આવે તો ઈન્ફેક્શનના કારણે લાખો લોકોને જીવ ગુમાવવાનો વારો આવશે જ્યારે અનેક લોકો અંધ અને અપંગ પણ થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કો ફાઉન્ડર અને એપીડેમીયોલોજીસ્ટ અને હેલ્થ ઈકોનોમિસ્ટ એરીક ફેગલ ડીંગના જણાવ્યા અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તર પર પબ્લિક હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરી દેવી જોઈએ. અને જાન્યુઆરી 2020માં કોરોનાને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર ના કરવા પર આવેલા પરીણમોને યાદ રાખવા જોઈએ.
આ પણ વાંચોઃ અમેરિકામાં કોર્ટના એક ચુકાદાથી જબરદસ્ત ખળભળાટ, લોકો રસ્તાઓ પર ઉતર્યા
ન્યૂ ઈન્ગ્લેન્ડ કોમ્પ્લેક્ષ સીસ્ટમ ઈન્સ્ટિટ્યૂટના પ્રિસેન્ડ અને વર્લ્ડ હેલ્થ નેટવર્કના કો ફાઉન્ડર યાનીર બાર યામના જણાવ્યા અનુસાર મંકીપોક્ષને કોઈ પણ હિસાબે રોકવુ જ પડશે. તેને મહામારી સાબિત કરી શકાય. લોકોમાં મંકીપોક્ષ અંગે જાગૃતતા લાવવાની જરૂર છે. મંકીપોક્ષના લક્ષણ, ટેસ્ટિંગ અને ખુબ ઓછા ક્વોરન્ટાઈન સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગની જરૂર છે. મોડુ કરવા પર મંકીપોક્ષ વધુ ફેલાઈ શકે છે જેથી તંત્રને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
અત્યાર સુધીમાં માત્ર પુખ્ત વયના લોકોને મંકીપોક્ષની અસર થઈ છે પરંતુ જો બાળકોમાં આ રોગ ફેલાયો તો કેસમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ મૃત્યુઆંક પણ વધી શકે છે. પ્રાણીઓને ચેપ લાગશે તો પણ તેને રોકવુ મુશ્કેલ બની જશે. માત્ર રાહ જોવાથી માત્ર નુકસાન જ વધશે અને કોઈ ફાયદો નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube