પૂજા માક્કડ/નવી દિલ્લી:  કોરોના વાયરસ પછી હવે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે મંકીપોક્સ વાયરસ 21 થી વધુ દેશોમાં ફેલાયો છે, અત્યાર સુધીમાં 200 થી વધુ કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. હવે ભારતમાં પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ચેતવણી જાહેર કરી છે. પરંતુ આજે એક મંકીપોક્સ વાયરસને લઈને એક ખુશખબર મળી રહ્યા છે. જર્નલ લેંસેટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ એન્ટિવાયરલ દવાઓ મંકીપોક્સ રોગમાં અસરકારક સાબિત થઈ શકે છે. આ દવાઓ લક્ષણોને હળવા કરી શકે છે અને દર્દીને રોગમાંથી ઝડપથી સાજા થવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસ લિવરપૂલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, યુકેમાં કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્ટડી યુકેમાં થયેલા એક સંશોધનના આધારે કરવામાં આવ્યો છે. યુનાઇટેડ કિંગડમમાં આ સંશોધન 2018 અને 2021 વચ્ચે મંકીપોક્સના 7 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આ 7 દર્દીઓમાંથી 3 પશ્ચિમ આફ્રિકાથી આવ્યા હતા અને બાકીના ચાર દર્દીઓએ એકમાંથી બીજામાં ચેપ ફેલાયો હતો.


વર્લ્ડ રેકોર્ડ: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ ઉજવ્યો પોતાનો જન્મદિન, કોફી અને દારૂ સાથે કરે છે દિવસની શરૂઆત


આ દર્દીઓ પર બે દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો
આ દવાઓ છે બ્રિન્સીડોફોવિર (brincidofovir) અને ટેકોવિરિમેટ (tecovirimat). પ્રથમ દવાના ઉપયોગથી દર્દીઓને ખાસ ફાયદો થયો ન હતો. આ દવાનો ઉપયોગ ત્રણ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. આ દર્દીઓના લિવર એન્ઝાઇમ્સનું સ્તર પણ દવા પછી સહેજ બગડ્યું. જોકે થોડા સમય બાદ તમામ દર્દીઓ સાજા થઈ ગયા હતા. બીજી દવા ટેકોવિરિમેટનો ઉપયોગ 2021માં યુનાઇટેડ કિંગડમમાં એક દર્દી પર કરવામાં આવ્યો હતો. આ દર્દીની રિકવરી ઝડપી હતી અને અન્ય વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ પણ ઘટી ગયું હતું.


દાવોસમાં મનસુખ માંડવિયા સાથે બિલ ગેટ્સે કરી મુલાકાત, ભારતના આ કામોની પ્રશંસા કરતા સમગ્ર વિશ્વ જોતું રહી ગયું!


સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મંકીપોક્સ વાયરસ લોહી અને લાળમાં પણ જોવા મળે છે. જો કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મંકીપોક્સ આટલા મોટા પાયા પર પહેલા ક્યારેય ફેલાયો નથી, પરંતુ તેમ છતાં આટલા મોટા પાયે તેનો ફેલાવો થવાનું જોખમ ઓછું છે. આ સિવાય ઓછા લોકો પર થયેલા અભ્યાસને કારણે સંશોધકોએ કોઈપણ એન્ટિવાયરલ દવાનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube