વૈજ્ઞાનિકો દ્વારા મોટી શોધનો દાવો, શોધી કાઢ્યા એવા ગ્રહ જ્યાં પૃથ્વીની માફક મળશે પાણી
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ શોધકર્તા લી જેંગે કહ્યું કે ``આ આશ્વર્યજનક વાત છે કે ત્યાં એટલું બધુ પાણી છે.`` વૈજ્ઞાનિકોએ જોયું કે અત્યાર સુધી 4,000 એક્સોપ્લેનેટ શોધી ગયા છે.
વોશિંગ્ટન: વર્ષોથી ખગોળ વૈજ્ઞાનિક એ શોધવામાં લાગી ગયા છે કે આખરે બ્રહ્માંડમાં બીજી ધરશી છે શું? આ સંદર્ભમાં વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં ઘણા અંતરિક્ષ યાન પણ મોકલવામાં આવ્યા છે. આ વખતે વૈજ્ઞાનિકોને મોટી સફળતાનો દાવો કર્યો છે. ખગોળ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પૃથ્વી ઉપરાંત સૌરમંડળની બહાર બીજા ગ્રહો (એક્સોપ્લેનેટ) પર પણ પાણીના મુખ્ય ઘટક હોવાની સંભાવના છે. આ ગ્રહ પૃથ્વીના આકારથી બે થી ત્રણ ગણા મોટા છે. એવું એક રિસર્ચમાં સામે આવ્યું છે. તેનો સંબંધ આપણી આકાશગંગામાં જીવન સાથે જોડાયેલા શોધમાં હોઇ શકે છે.
એક્સોપ્લેનેટમાં પહેલાં પણ પાણીની હાજરીની વાત સામે આવી રહી છે, પરંતુ તે શોધ દ્વારા આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે કે આપણા સૌર મંડળથી બહાર જળવાળા ગ્રહ હોવા સામાન્ય છે. આ શોધને ગોલ્ડસ્મિટ સંમેલનમાં બોસ્ટન, મેસાચુસેટ્સમાં પ્રસ્તુત કરવામાં આવી.
નવી શોધ એક્સોપ્લેનેટ કેપલર સ્પેસ ટેલીસ્કોપ તથ ગઇયા મિશનના ડેટા પર આધારિત છે. તેમાં સંકેત મળ્યા છે કે ખૂબ જ્ઞાત ગ્રહો પર 50 ટકા સુધી પાણી હોઇ શકે છે, જોકે પૃથ્વીના જળની માત્રા 0.02 ટકા (વજનથી) વધુ હોઇ શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ શોધકર્તા લી જેંગે કહ્યું કે ''આ આશ્વર્યજનક વાત છે કે ત્યાં એટલું બધુ પાણી છે.'' વૈજ્ઞાનિકોએ જોયું કે અત્યાર સુધી 4,000 એક્સોપ્લેનેટ શોધી ગયા છે.
આ શોધ માટે વૈજ્ઞાનિકોને ગેઇયા ઉપગ્રહથી એક્સોપ્લેનેટના મોસ માપન તથા તાજેતરની ત્રિજ્યા માપનનું વિશ્લેષણ કર્યા બઆદ એક્સોપ્લાનેટ્સની આંતરિક સંરચના માટે એક મોડલ વિકસિત કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીના ઉપગ્રહમાં ચંદ્વમા અને મંગળ પર મોકલવામાં આવેલા યાન દ્વારા ત્યાંની માટીનું અધ્યન કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું કે ત્યાં પાણી અને હવા નથી. તેના લીધે જીવન સંભવ નથી. હવે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર બીજા ગ્રહો પર જળ હોવાનો દાવો કર્યો છે.