Morocco Earthquake Today: આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ધરતીમાં આવેલા આંચકા બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 296 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગઈકાલે રાત્રે 6.8ની તીવ્રતા સાથે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આપત્તિ અંગે, દેશના યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ કહ્યું કે ઉત્તર આફ્રિકન રાષ્ટ્રના આ ભાગમાં 120 થી વધુ વર્ષોમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયદ્રાવક દ્રશ્યો
આ ભૂકંપના કારણે હાહાકાર મચી ગયો છે. તમને જણાવી દઈએ કે આફ્રિકન અને યુરેશિયન પ્લેટોની વચ્ચે સ્થિત હોવાના કારણે મોરોક્કોમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે. USGS એ જણાવ્યું કે 1900 થી, આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં કોઇપણ M6 લેવલ અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. અત્યાર સુધી અહીં M-5 લેવલના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, છેલ્લા સો વર્ષમાં આ ભાગમાં આ સૌથી મોટો ભૂકંપ છે. અગાઉ, 2004 માં ઉત્તર-પૂર્વ મોરોક્કોના અલ હોસીમામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જ્યારે 628 લોકોના મોત થયા હતા. તે દરમિયાન લગભગ 1000 લોકો ઘાયલ થયા હતા.



350 કિલોમીટર દૂર રાજધાનીમાં પણ અનુભવાઇ હલચલ
સમાચાર એજન્સીઓ અનુસાર, ભયાનક ભૂકંપના કારણે ઘણી જૂની ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શહેરમાં એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓની અછત છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ડરી ગયા છે અને બીજા ભૂકંપના ડરથી ઘરની બહાર નીકળી ગયા છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભૂકંપના કેન્દ્ર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ અનુભવાઈ હતી.


43 વર્ષ પહેલા પાડોશી દેશમાં ભૂકંપના કારણે 2500 લોકોના થયા હતા મોત
તમને જણાવી દઈએ કે આ ભૂકંપ 43 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં આવેલા ભૂકંપની હૃદયદ્રાવક યાદો તાજી કરી લાવ્યો છે. વર્ષ 1980માં મોરોક્કોના પાડોશી દેશ અલ્જીરિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 2500 લોકોના મોત થયા હતા અને લગભગ ત્રણ લાખ લોકો બેઘર બન્યા હતા.